માગ: ખેડબ્રહ્મામાં રિક્ષાઓ માટે સ્ટેન્ડ ફાળવો20 વર્ષથી રજૂઆત કોઇ સાંભળતું નથી
રિક્ષા એસોસીએશન દ્વારા ડીડીઓને આવેદન આપી માગ કરાઇ
ખેડબ્રહ્મા રિક્ષાઓ માટે ચોક્કસ જગ્યા ન હોઇ સ્ટેન્ડ ફાળવવા રિક્ષા એસો. દ્વારા કલેક્ટરને આવેદન આપી માંગ કરાઇ છે.
ખેડબ્રહ્મા રિક્ષા એસો.ના પોપટભાઈ સોલંકી તથા રિક્ષા ચાલકોના જણાવ્યા અનુસાર ખેડબ્રહ્મા શહેરમાં 200 જેટલી રિક્ષાઓ ફરે છે અને તેનાથી જ પરિવારોનું ગુજરાન ચાલે છે. નગરપાલિકા દ્વારા રિક્ષાઓ માટે કોઈ ચોક્કસ જગ્યા ફાળવાઇ નથી. 20 વર્ષથી રજૂઆત કરાય છે પણ સ્ટેન્ડ ફાળવાતું નથી. જેથી રિક્ષાઓ દુકાનો આગળ ઉભી રાખવી પડે છે. જેથી વેપારીઓ સાથે વારંવાર ચકમક થાય છે અને વેપારીઓ પોલીસ સ્ટેશન અને મામલતદારમાં રજૂઆત કરે છે તો રિક્ષા ચાલકોને દંડ ભરવાની નોબત આવે છે જેથી સત્વરે રિક્ષા સ્ટેન્ડની ફાળવણી કરવામાં આવે તેવી માંગ કરાઇ હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.