જેતપુર પોલીસ દ્વારા તિરંગા વિતરણ કાર્યક્રમ યોજાયો - At This Time

જેતપુર પોલીસ દ્વારા તિરંગા વિતરણ કાર્યક્રમ યોજાયો


વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં સમગ્ર દેશમાં ૮મીથી ૧૫મી ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાન યોજાઈ રહ્યું છે. સ્વાતંત્ર પર્વ નિમિત્તે રાજ્યભરમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. ત્યારે જેતપુર સિટી પીઆઈના અધ્યક્ષસ્થાને સ્ટેન ચોક થી એમ જી રોડ ધોરાજી દરવાજા પાસે આવેલ સ્વામીનારાયણ મંદિર ગાદીસ્થાન સુધી ફ્લેગ માર્ચ યોજી તિરંગા વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો

જેતપુર સિટી પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ એ. ડી. પરમારના અધ્યક્ષસ્થાને શહેર પોલીસ દ્વારા આગામી ૧૫ ઓગસ્ટના સ્વાતંત્ર્ય પર્વની

તૈયારીના ભાગરૂપે બાળકો તેમજ લોકોમાં રાષ્ટ્રધ્વજ એકતા, અખંડિતતા અને રાષ્ટ્રીય ગૌરવ પ્રતીક છે તેવી ભાવનાઓ સાથે શહેરના સ્ટેન ચોક થી એમ જી રોડ ધોરાજી દરવાજા પાસે આવેલ સ્વામીનારાયણ મંદિર ગાદીસ્થાન સુધી ફ્લેગ માર્ચ યોજી તિરંગાનું સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ તેમજ શહેરીજનોને વિતરણ કરવામાં આવ્યા હતા.
૧૫ ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિન નિમિત્તે જેતપુર શહેરના નગરજનો પોતાની ઘર પર હર ઘર તિરંગા લહેરાય તે હેતુથી તિરંગા વિતરણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ તિરંગા વિતરણ કાર્યક્રમમાં જેતપુર સિટી પીઆઈ એ.ડી.પરમાર તેમજ અધિકારીઓ કમૅચારીઓ તિરંગા વિતરણ કાર્યક્રમમાં જોડાયા હતા.

અહેવાલ આશિષ પાટડીયા જેતપુર


9727957605
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image