કેશોદના નાની ઘંસારી મોટી ઘંસારી ગામ વચ્ચે રોડ નજીક રોડ સુરક્ષા દિવાલના કામમા તંત્રની મનમાની? - At This Time

કેશોદના નાની ઘંસારી મોટી ઘંસારી ગામ વચ્ચે રોડ નજીક રોડ સુરક્ષા દિવાલના કામમા તંત્રની મનમાની?


નાની ઘંસારીથી મોટી ઘંસારી વચ્ચે બે પહેલાં નવો રોડ બનવાનું કામ તથા સુરક્ષા દિવાલ મંજુર થયા બાદ ટેન્ડર રદ થયા ફરીથી કોઈ કામગીરી શરૂ ન થતા વાહન ચાલકો પરેશાન તંત્રને  ઉગ્ર રજૂઆત કરશે કામગીરી નહી થાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી 

કેશોદ તાલુકાના નાની ઘંસારી ગામથી તાલુકા મથક કેશોદ જવા માટે મોટી ઘંસારીથી પસાર થવું પડેછે નાની ઘંસારીથી મોટી ઘંસારી સુધીનો અંદાજે ત્રણ કિલો મીટર રોડ ઘણાં વર્ષોથી બિસ્માર હાલતમાંછે બે વર્ષ અગાઉ રોડ મંજુર થયો હતો જેનું ટેન્ડર પણ અપાઈ ગયુ હતુ જે ટેન્ડર ડાઉનમાં હોય કોન્ટ્રેક્ટરને નુકશાની જતી હોય કે અન્ય કારણ હોય આખરે તે ટેન્ડર રદ થયુ હતું તેવી જ રીતે નાની ઘંસારી મોટી ઘંસારી વચ્ચે સુરક્ષા દિવાલ પણ મંજુર થયેલ જેનુ ટેન્ડર પણ મંજુર થયેલ તે પણ રદ થયું આવી રીતે બે વર્ષથી વધારે સમયથી રોડ તથા સુરક્ષા દિવાલનું કામ અદ્ધરતાલ હોવાથી વાહનચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યાંછે 

 નાની ઘંસારીથી મોટીઘંસારી રોડથી ખમીદાણાં ટીટોડી અને ઘેડ વિસ્તારના ગામડાને કેશોદ તાલુકા સાથે જોડતો રોડ હોય આ રસ્તામાં હજારો રાહદારીઓ અવર જવર કરતા હોય પરંતુ અત્યારે આ રોડની અત્યંત ખરાબ  પરસ્થિતિ છે અને નાની ઘંસારીથી એક કિલોમીટર આગળ એક પાણીનો વોકળો નીકળેછે ત્યાં પાંચ ફૂટ જેટલો રોડ તૂટીને ખાડો પડી ગયેલછે આ ખાડામાં અવાર નવાર અકસ્માત સર્જાયછે   અત્યારે જીવના જોખમે વાહનચાલકો અહીંથી પસાર થાયછે  ચોમાસુ નજીક હોય ચોમાસા દરમ્યાન મોટા વાહનો પણ અહીંથી પસાર થઈ શકશે નહિ એવી પરિસથિતિ સર્જાય એવા એંધાણ હોય અને અંદાજે બે વર્ષથી આ રોડ મંજૂર થયેલ હોય જેનું કામ ટલ્લે ચડયુંછે  એકવાર ટેન્ડર રદ થયેલ અને ફરીથી નવું ટેન્ડર પણ ઈશ્યું થયેલ છે અને વારંવાર રજૂઆત કરવા પછી પણ હજુ સુધી અહીંયા કોઈ કામગીરી કરવામાં આવેલ નથી અને જવાબદાર લાગતા વળગતા અધિકારીઓ જાણે મનમાની ચલાવી કામગીરી શરૂ કરાવેલ ન હોવાથી તંત્ર સામે વાહનચાલકોમાં રોષ જોવા મળી રહ્યોછે 

સુરક્ષા દિવાલનું કામ વહેલી તકે શરૂ કરવામા આવે તેવી વાહનચાલકોની માંગછે ટૂંક સમયમાં આ કામગીરી શરૂ કરી કામગીરી પુર્ણ કરવામાં નહી આવે તો આસપાસના સમગ્ર ગ્રામજનો હવે રોડ પર આવીને રસ્તા રોકો આંદોલન કરશે અને તમામ લાગતી સરકારી ઓફિસો ચક્કાજામ કરશે જેની ગંભીરતા પૂર્વક તંત્ર નોંધ લેય અને ટૂંક સમયમાં ઝડપથી કામગીરી પૂરી કરે એવી વાહનચાલકોએ ચિમકી ઉચ્ચારીછે ત્યારે આવનારા દિવસોમાં કામગીરી શરૂ થશે કે કેમ તે જોવાનું રહ્યું હાલ વાહનચાલકો તંત્ર સામે રોષ વ્યક્ત કરી રહ્યાછે

ગત વિધાનસભાની ચૂંટણી પુર્વે ધારાસભ્ય દેવાભાઈ માલમે ચુંટણી પ્રચાર સમયે નાની ઘંસારી ગામે પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે પહેલું કામ રોડનુ કરીશ એ ચૂંટણી પણ પુર્ણ થઈ ગઈ વિજેતા બન્યા એના પણ બે વર્ષથી વધુ સમય થયો છતાં આજ દિન સુધી રોડનુ કામ શરૂ થયુ નથી ત્યારે રાજકીય આગેવાનો અને તંત્ર એકબીજાને ખો આપી રહયાછે કે શું એ ચર્ચાનો વિષયછે ત્યારે વાહનચાલકોએ રસ્તા રોકો આંદોલન સરકારી કચેરીએ ઘેરાવ કે અન્ય ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે કે ટુંક સમયમાં કામગીરી શરૂ થશે એ આવનારો સમય બતાવશે પણ હાલ રાજકીય આગેવાનો અને તંત્ર સામે વાહનચાલકો રોષ વ્યક્ત કરી રહ્યાછે


9723444990
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.