તલવાર અને ધોકા સાથે બાઈકમાં નીકળેલા બે શખ્સોનો વિડીયો વાયરલ: સાળા-બનેવીની ધરપકડ - At This Time

તલવાર અને ધોકા સાથે બાઈકમાં નીકળેલા બે શખ્સોનો વિડીયો વાયરલ: સાળા-બનેવીની ધરપકડ


જામનગર રોડ પર માધાપર નજીક તલવાર અને ધોકા સાથે બાઈકમાં નીકળેલા બે શખ્સોનો વિડીયો વાયરલ થતાં હરકતમાં આવેલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સાળા-બનેવીની ધરપકડ કરી માફી મંગાવતો વિડીયો બનાવડાવી કાયદાનું ભાન કરાવ્યું હતું.
બનાવ અંગે ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ એમ.આર. ગોંડલીયાની રાહબરીમાં એએસઆઈ બી.જે.જાડેજા અને હેડ કોન્સ્ટેબલ મહિપાલસિંહ સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતાં ત્યારે વર્ધી મળેલ કે બે શખ્સો બાઇકમાં એક છોકરીને વચ્ચે બેસાડી હાથમા ધોકો અને નેફામાં તલવાર લઇ જામનગર રોડ તરફ જાય છે તેવો એક વીડીયો સોશિયલ મીડીયામાં વાયરલ થયેલ હોય જે વીડીયો સ્ટાફ પાસે આવતાં બાઈક અને તેમાં સવાર શખ્સો અંગે તપાસમાં હતાં.
દરમિયાન તે બાઈક માધાપર ગામ મેઇન રોડ પરથી આવતા તેને રોકી બાઇકમાં પાછળ બેસેલ શખ્સ પાસે હાથમા ધોકો અને નેફામાં તલવાર હોય જેથી તેનું નામ પૂછતાં ભાવેશ મનસુખ વસોયા પટેલ (ઉ.વ.27),રહે. માધાપર, માધવપાર્ક) તેમજ અન્ય શખ્સનું નામ પૂછતાં સુનીલસિંગ ભીમસિંગ પરીહાર નેપાળી (ઉ.વ.24),(રહે.હાલ પરસાણા નગર શેરી નં 5) તેમના હાથમાં પણ એક ધોકો અને પેન્ટના નેફામા એક તલવાર મળી કુલ રૂ.60600 નો મુદ્દામાલ કબ્જે કરી બંને શખ્સોની ધરપકડ કરી હવે ફરીવાર ક્યારેય હથિયાર સાથે નિકલશું નહીં તેવું કહી બે હાથ જોડી માફી માંગી હતી.
વધુમાં બનાવ અંગે ક્રાઇમ બ્રાન્ચના સૂત્રોએ જણાવ્યું હતું કે, આરોપી સુનિલસિંગની બહેન સાથે ભાવેશન લગ્ન કરેલ હતાં. તેઓને સંતાનમાં બે પુત્રી છે. દરમિયાન 15 દિવસ પહેલાં ભાવેશની પત્ની ભક્તિનગર વિસ્તારમાં રહેતાં કોઈ યુવક સાથે ભાગી ગઈ હતી.
જેથી ગઈકાલે સાળો-બનેવી તેને લેવા માટે હથિયાર સાથે ત્યાં ઘસી ગયાં હતાં અને સામાન્ય બોલાચાલી કરી ભાવેશ તેની પત્નીને લઈ બાઈકમાં વચ્ચે બેસાડી લઈ પરત ફરતાં હતાં ત્યારે વિડીયો વાયરલ થયો હતો.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.