જીલ્લા તેમજ રાજ્ય સ્તરે જન-સુનવાહી (જન-સંપર્ક) કાર્યક્રમોનુ આયોજન કરી સોશીયલ મિડીયામા ટેલીકાસ્ટ કરી. શકાય
માનનીય મુખ્યમંત્રી શ્રી,ભુપેન્દ્રભાઇ રજનીકાંતભાઇ પટેલ,
ગુજરાત રાજ્યના જનતા જનાર્દનની સુખાકારી અને સમૃધ્ધી માટે રાજ્ય સરકાર દ્વારા નાગરીકોના સુચનો અવારનવાર ધ્યાને લેવામાં આવતા હોય, તેમજ રાજ્ય સરકાર જાહેર જનતાની સલામતી, સુરક્ષા અને શાંતિ માટે હરહંમેશ કટ્ટીબધ્ધ હોય જેથી ગુજરાત રાજ્યના રહેવાસી તેમજ જાગૃત તેમજ જવાબદાર નાગરીક તરીકે આપશ્રીનું નીચે મુજબના મુદાઓ પર ધ્યાન દોરી નીચે મુજબના પગલા લેવા વિનંતી કરીએ છીએ કે...
અવારનવાર એવા કિસ્સાઓ સામે આવતા હોય છે, જેમાં.......
પોલીસ સ્ટેશનમાં ફરીયાદીઓની કાયદેસરની ફરીયાદ ના નોંધવી,
ફરીયાદ નોંધવા કહેવામાં આવે તો ફરીયાદીઓને ડરાવવા ધમકાવવા,
પોલીસસ્ટેશનની અંદર કાયદાઓની ઉપરવટ જઇને પોતાની જોહુકમી ચલાવવી, - પોલીસ સ્ટેશનની અંદર જાહેર જનતા સાથે તુ-તા, ગાળીગલોચ તેમજ અભદ્ર વર્તન કરવુ - કાયદેસરની તપાસમા લાગવગ તેમજ પૈસાની લાલચે ફરીયાદીને નુક્શાન જાય તે રીતે તપાસ કરવી
નામદાર કોર્ટના સમન્સ, વોરંટ લાગવગથી સમયસર ના બજાવવા -જાગૃત નાગરીક દ્વારા ટ્રાફિક પોલીસને કોઇ પ્રશ્ન પુછવામાં આવે તો પોતાનો ઇગો હર્ટ કરી જાગૃત નાગરીક સાથે ગાળીંગલોય, મારપીટ, અભદ્ર વર્તન જેવો દુરવ્યવહાર કરો
1 જાગૃત નાગરીકો વિરુધ્ધ ખોટા કેસો. બનાવી કેસો દાખલ કરી તેઓને કાયદાકીય આટીઘુટીમા ફસાવવા, વિગેરે.....
ઉપરોક્ત સમસ્યાઓનું કાયમી ધોરણે નિરાકરણ કરવા, બેઈમાન અને સતાનો દુરઉપયોગ કરનાર પોલીસ કર્મચારીઓને નાથવા, જાહેર જનતામા પોલીસ પ્રત્યે હકારાત્મક અભિગમ વિકસાવવા તેમજ પોલીસ કર્મચારીઓ અને જાહેર જનતા વચ્ચે પારદર્શકતા જળવાઇ રહે તે માટે...
૧. રાજ્ય સ્તરે ડિ.જી.પી., એડી.ડી.જી.પી., અથવા આપશ્રીને યોગ્ય લાગે તેવા અધિકારી દ્રારા
૨. જીલ્લા સ્તરે રેન્જ આઇ.જી. અથવા કમીશ્નર અથવા આપશ્રીને યોગ્ય લાગે તેવા અધિકારી દ્રારા,
જનતા-સુનવાહી(જન-સંપર્ક) કાર્યક્રમ દર ૭ દિવસે (અઠવાડીયામા)
એકવાર આપને યોગ્ય લાગે તે સમયે કરવામા આવે અને રાજ્ય તેમજ જીલ્લા સ્તરે તમામ પોલીસ ડિપાર્ટમેન્ટના સોશીયલ અકાઉન્ટ હોય જેમા જનતા- સુનવાહી ટેલીકાસ્ટ કરવામા આવે જેથી બેઇમાન અને સતાનો દુરઉપયોગ કરનાર સરકારી કર્મચારીઓમાં ડરનો માહોલ તેમજ જાહેર જનતામા સુરક્ષા અને શાંતિનો માહોલ પેદા થાય.
વધુમા આપશ્રીને જણાવવાનુ કે, ઉતરપ્રદેશ સરકાર દ્વારા પ્રયાગરાજ જીલ્લાના ડી.એસ.પી. પ્રેમ પ્રકાશ (આઇ.પી.એસ.) દ્રારા જનતા-સુનવાહી કાર્યક્રમ હાથધરી તેને સોશીયલ મિડીયા પર ટેલીકાસ્ટ કરવામા આવે છે જે વિડીયો અવાર-નવાર સોશીયલ મિડીયામા વાઇરલ થતા જોવા મળે છે, જેમા જાહેર જનતાની સમસ્યાઓનુ સમાધાન થાય છે અને જાહેર જનતાને સરકાર તેમજ પોલીસની કામગીરી પર ગર્વ તેમજ વધુ વિશ્વાસની લાગણી પેદા થાય તેવી જ રીતે ગુજરાત રાજ્યમા પણ હકારાત્મક અભીગમ અપનાવવામા આવે તેવી વિનંતી સહ.....
રિપોર્ટર છત્રસિંહ ચૌહાણ બાલાસિનોર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.