રાજકોટ : રૂ.21.55 લાખની કિંમતનો વિદેશી દારૂનો જંગી જથ્થો પકડાયો
વિધાનસભાની ચૂંટણીમાં દારૂની રેલમછેલ થાય તે પૂર્વે એરપોર્ટ પોલીસ મથકના સ્ટાફે રાજકોટ-અમદાવાદ ધોરી માર્ગ પર આવેલા બામણબોર નજીક ગુંદાળા ગામના પાટીયા પાસેથી ટ્રકમાંથી રૂા.21.55 લાખની કિંમતનો 5388 બોટલ વિદેશી દારૂ સાથે રાજસ્થાની ટ્રક ચાલકની ધરપકડ કરી છે. ટ્રક, દારૂ અને મોબાઇલ મળી રૂા.31.60 લાખનો મુદ્ામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથધરી છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે કોઇ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો-વ્યવસ્થા જળવાય રહે તે માટે શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે આપેલી સુચનાને પગલે એરપોર્ટ પોલીસ મથકના પી.આઇ.એમ.એ.ઝણકાંત સહિતના સ્ટાફે પેટ્રોલીંગ હાથ ધર્યું હતું.
બામણબોર ચેક પોસ્ટ નજીક ગુંદાળા ગામના પાટીયા પાસે પી.એસ.આઇ. એ.કે.રાઠોડ સહિતના સ્ટાફે વાહન ચેકીંગ કરી રહ્યા હતા ત્યારે શંકાસ્પદ હાલતમાં પુરપાટ ઝડપે આવતા ટ્રકને અટકાવી તલાશી લેતા જેમાંથી રૂા.21.55 લાખની કિંમતનો 5388 બોટલ વિદેશી દારૂ સાથે રાજસ્થાનના બાડમેરનો સાગાંરામ મુલારામ કડવાસરાની ધરપકડ કરી હતી.
પોલીસે વિદેશી દારૂ, ટ્રક અને મોબાઇલ મળી રૂા.31.60 લાખનો મુદ્ામાલ કબ્જે કર્યો છે. આ દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો અને કોને પહોંચાડવાનો હતો તે મુદ્ે ઝડપાયેલા સાગારામ જાટની પ્રાથમિક તપાશ હાથધરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.