દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ ના સંરચનાનો કાર્યક્રમ આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય કમલમ ખાતે યોજાયો હતો - At This Time

દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ ના સંરચનાનો કાર્યક્રમ આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય કમલમ ખાતે યોજાયો હતો


દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ માટે 50 જેટલાં ફોર્મ ભરાયા હતા અને જે પૈકી દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ તરીકે સ્નેહલભાઈ ધારિયા નું નામ જાહેર કરવામાં આવ્યું હતું
આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ ના ચૂંટણી અધિકારી યોગેન્દ્રસિંહ ગોહિલ, શબ્દશરણ તડવી, અરજણ રબારી, સાંસદ જશવંતસિંહ ભાભોર ગુજરાત રાજ્યના પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી બચુભાઈ ખાબડ જિલ્લા પંચાયતના પ્રમુખ કરણસિંહ ડામોર દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, શૈલેષ ભાભોર, મહેન્દ્ર ભાભોર, મહેશ ભુરીયા રમેશ કટારા, માજી જિલ્લા પ્રમુખ શંકરભાઈ અમલીયાર તેમજ અન્ય મહાનુભાવો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને જિલ્લા કમલમ ખાતે દાહોદ જિલ્લા ભાજપના નવા પ્રમુખ તરીકે સ્નેહલભાઈ ધરિયાના નામની જાહેરાત થતા સર્વ સંમતિથી તમામ હોદ્દેદારો અને કાર્યકર્તા હોય બિરદાવી લીઘા હતા આ કાર્યક્રમ બાદ મહાનુભાવો દ્વારા શાબ્દિક ઉદબોધન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ જિલ્લા કમલમ ખાતેથી ભવ્ય રેલીનું આયોજન થયું હતું અને આ રેલી જિલ્લા કમલમ થી નીકળીને દાહોદ ગોધી રોડ ફ્લાયઓવેર થઈ બસ સ્ટેશન,સ્વામી વિવેકાનંદ સર્કલ, ભગીની સમાજ અને તળાવ થઈ અને ગોધરા રોડ પહોંચી હતી આ રેલી દરમિયાન દરેક વોર્ડના સભ્યોએ જિલ્લા પ્રમુખનું ઠેર ઠેર સ્વાગત કર્યું હતું.


8200181542
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image