માતાએ કામ બાબતે ઠપકો આપતા 23 વર્ષીય દિપકનો ફાંસો ખાઇ આપઘાત
નાનામવામાં આવેલ ભીમનગરમાં માતાએ કામ બાબતે ઠપકો આપતા 23 વર્ષીય યુવકે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.
પ્રાપ્ત વિગત મુજબ નાનામવા મેઇન રોડ પર ભીમનગરમાં રહેતા દિપક નાથાભાઇ વાઘેલા નામના યુવકે તેની ઘરની બાજુમાં આવેલ ઓરડીમાં હુકમાં દોરડુ બાંધી ફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
ત્યારે નજીકમાં રહેતા યુવકની નજર પડતાં તેના મોટાભાઇને જાણ કરી દિપકને સારવારમાં ખસેડ્યો હતો પરંતુ સારવાર કારગત નીવડી ન હતી અને તેનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે જાણ થતાં તાલુકા પોલીસ મથકનો સ્ટાફ દોડી ગયો હતો અને જરુરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમમાં ખસેડયો હતો. વધુમાં મળતી વિગત મુજબ મૃતક ભંગાર વિણવાનું કામ કરતો પરંતુ ઘણા સમયથી તે બેકાર હતો. ગઇકાલે તેની માતાએ કામે જવા અને પૈસા માંગતા તેને ખોટુ લાગી આવતા પગલું ભર્યાનું સામે આવ્યું હતું. મૃતક પાંચભાઇમાં વચેટ હતો બનાવથી પરિવારમાં શોક છવાયો હતો.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.