કોબા પાસે હિટ એન્ડ રનઃ સિક્યુરિટી જવાનને અડફેટે લઇ વાહન ફરાર
ગાંધીનગર : ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે કોબા સર્કલ પાસે હીટ એન્ડ રનની વધુ એક ઘટનામાં ચાલતા જઈ રહેલા સિક્યુરિટી જવાનને અડફેટે લઈને અજાણ્યો કાર ચાલક ફરાર થઈ ગયો હતો. ઘાયલ જવાનને સારવાર માટે સિવિલ ખસેડાયા છે. આ મામલે ઇન્ફોસિટી પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ શઋ કરી હતી.
ગાંધીનગર કોબા હાઇવે ઉપર હિટ એન્ડ રનની વધુ એક ઘટના બહાર આવી છે. જે અંગે મળતી વિગતો પ્રમાણે ઉવારસદ ગામમાં રહેતા અને સિક્યુરિટી જવાન તરીકે કોબામાં કામ કરતા મુકેશભાઈ નારણભાઈ પટેલ ગઇકાલે સાંજના સમયે કોબા કમલમ પાસેથી સર્કલ તરફ ચાલતા જઈ રહ્યા હતા તે દરમિયાન પાછળથી કોઈ અજાણ્યો વાહન ચાલક તેમને અડફેટે લઈને ફરાર થઈ ગયો હતો.
જે અકસ્માતને પગલે મુકેશભાઈને શરીરે ગંભીર
ઇજાઓ પહોંચતા આસપાસના લોકો દોડી આવ્યા હતા
અને ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કર્યા બાદ તેમને
તાત્કાલિક સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ
લઇ જવામાં આવ્યા હતા. જ્યાં તેમના હાથ અને પગમાં
ફ્રેક્ચર હોવાનું નિદાન થયું હતું. બીજી બાજુ તેમના પુત્ર
દ્વારા ફરાર થઈ ગયેલા અજાણ્યા વાહનના ચાલક સામે
ઈન્ફોસીટી પોલીસ મથકમાં ફરિયાદ આપવામાં આવતા
પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને આ વાહન ચાલકને
પકડવા માટે મથામણ શઋ કરવામાં આવી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.