ભાવનગર જિલ્લા આરોગ્યની ટીમે અભ્યાસ મુલાકાત અર્થે સાબરકાંઠાના આરોગ્ય કેન્દ્રોની મુલાકાત લીધી - At This Time

ભાવનગર જિલ્લા આરોગ્યની ટીમે અભ્યાસ મુલાકાત અર્થે સાબરકાંઠાના આરોગ્ય કેન્દ્રોની મુલાકાત લીધી


ભાવનગર જિલ્લા આરોગ્યની ટીમે અભ્યાસ મુલાકાત અર્થે સાબરકાંઠાના આરોગ્ય કેન્દ્રોની મુલાકાત લીધી*

ગ્રામીણ આરોગ્ય સેવાઓને ગુણવત્તા યુક્ત રીતે જન સમુદાયને મળી રહે એ સરકારશ્રીનો મુખ્ય ધ્યેય છે અને તે માટે સમગ્ર તંત્ર સતત પ્રયત્નશીલ હોય છે. સાબરકાંઠા જિલ્લામાં આરોગ્યની ગુણવત્તા યુક્ત સેવાઓ માટે 27 આયુષ્માન આરોગ્ય મંદિરને રાષ્ટ્ર કક્ષાના NQAS પ્રમાણપત્રો મળેલ છે. જે જિલ્લા માટે ગૌરવની બાબત છે. આ ગૌરવની નોંધ લઈને ભાવનગર જિલ્લાના આરોગ્ય અધિકારીઓની ટીમે બે દિવસની સાબરકાંઠાની મુલાકાત લીધી હતી.
ભાવનગર જિલ્લાને ઇન્ડિયન પ્રાઇમરી હેલ્થ કેર સપોર્ટ ઇનિશેટિવ જે એક જોઈન્ટ ઈનીસેટિવ છે. જોન હોકિંગ્સ યુનિવર્સિટી અમેરિકા અને નેશનલ હેલ્થ સિસ્ટમ રિસોર્સ સેન્ટરના ભાગરૂપે ભાવનગર જિલ્લાને પસંદ કરવામાં આવ્યો છે.જે અનુસંધાને મિશન ડાયરેક્ટર એન એચ એમ, ગુજરાત રાજ્ય દ્વારા ભાવનગરની ટીમને આરોગ્ય કેન્દ્રના અભ્યાસ માટે સાબરકાંઠા જિલ્લાના આરોગ્ય કેન્દ્રને પસંદ કર્યા છે. ભાવનગરના આરોગ્ય અધિકારીઓએ સાબરકાઠાના હડિયોલ અને દેરોલ આરોગ્યક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર,નવલપુર, ભદ્રેશ્વર અને મણિયોર આયુષ્માન આરોગ્ય મંદિરની મુલાકાત લીધી હતી.મુલાકાત દરમિયાન ભાવનગરમાં NQAS( નેશનલ ક્વોલિટિ એસ્યોર્ન્સ સર્ટિફિકેશન) માટે જાણવા અને શીખવા મળેલ આરોગ્યની બેસ્ટ પ્રેક્ટિસનો ઉપયોગ કરવા જણાવ્યુ હતુ.
આ સમગ્ર મુલાકાત દરમિયાન જિલ્લા QAMO ડૉ.મલેક અને તેમની ટીમ તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારિ શ્રી ડૉ.રાજ સુતરિયાએ યોગ્ય માગર્દર્શન પુરુ પાડ્યુ હતુ.
***********


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.