બરડાના ખંભોદર ગામની સીમમાં છેલ્લા ૮ દિથી દીપડી સાથે નાના બચ્ચાના પડાવથી ગ્રામજનો ભારે ભયભીત
દીપડી અને નાના બચ્ચા આરામ થી સિમ વગળામાં ફરતા હોય કોઈ જાનમાલનો વધુ ભોગ લે તે વન વિભાગ પાંજરે પુરી તેવી ગ્રામજનોમાંથી બુલંદ માંગ ઉઠી છે
ગોસા(ઘેડ)તા.૩૧/૧૨/૨૦૨૪
પોરબંદર તાલુકાના બરડા વિસ્તારના ખાંભોદર ગામે છેલ્લા ૮ આઠેક દિવસથી અચાનક આવી ચડેલ દિપડી અને ત્રણ નાના બચ્ચા સાથે ગામની કરાર સીમ વિસ્તરમાં વારંવાર દેખા દેતાં ગ્રામજનો ભયભીત થઈ કમ્પારી ઉઠ્યા છે.
બરડામાં વન અભિયારણ માં વસવાટ કરતી દિપડી-દીપડા અવાર- નવાર ગ્રામ્ય વિસ્તારોમાં પહોંચી જાય છે અને પશુઓનાં મારણ કરે છે. ત્યારે પોરબંદરનાં બરડા વિસ્તારના ખાંભોદર ગામે છેલ્લા આઠેક દિવસથી દીપડી અને સાથે નાના નાના ત્રણ બચ્ચાઓ સાથે પડાવ નાખી સીમ વિસ્તારમાં આંટા ફેરા વધી જતા ગ્રામજનો અને ખેડૂતોમાં ભારે ભયોનો માહોલ છવાઈ ગયો છે.
સીમ વિસ્તારમાં કોઈ ખેડૂતના માલ ઢોર નું કે માણસને હેરાન કરે યા મરણ કરે તે પહેલા વન વિભાગના સતાવાળાઓ સત્વરે પગલાં ભરી પિંજરાં ગોઠવી પકડી પાડવાની કવાયત હાથ ધરે તેવી ખાંભોદર સહીત બરડા પંથકના ગ્રામજનોની બુલંદ માંગ ઉઠી છે.
આજે તા. ૩૧/૧૨/૨૦૨૪ ના રોજ સાંજના ૫:૩૦ વાગ્યાના અરસામાં ખાંભોદર ગામે કરાર ગામની સીમ વિસ્તરામાં ખેતરમાં વાવેલા ઘઉં ના પાકમાં આરામથી દિપડીનું બચ્ચું ફરતું દેખતા તે બાજુના ગ્રામજનો અને ખડુતો માં ભય નો ફફડાટ મચી જવા માપ્યો હતો.પુખ્ત વયની મોટી દીપડી અને નાના નાના ત્રણ બચ્ચા આરામથી અવાર નવાર નજરે પડતાં રહે છે. દીપડીનું એક બચ્ચું આજે ૫:૩૦ વાગ્યે દિવસના ખાંભોદર ગામે કરાર સીમ આવી ચડતા ગ્રામજનોની જાગ્રુતતાને કારણે પશુઓ કે માલ ઢોરનું દીપડી નું બચ્ચું મારણ કરતા પેલા આબાદથી બચી જવા પામેલ. ખાંભોદર ગામમાં પ્રવેશેલ દીપડી અને બચ્ચા એ બે ચાર દિવસ પેલા એક ખેડૂત ની માલિકીના પાડરડા નું મરણ કરી ચુક્યા છે.
ખાંભોદર ગામે છેલ્લા આઠ દિવસ થયા ગામની સીમમાં રાની પશુ દીપડી અને ત્રણ ત્રણ બચ્ચા ના અગમન થતાં ખાંભદરવાસી ઓ માં ભારે ભયનો માહોલ જોવા મળ્યો છે. અને ખેતરે જવામાં પણ દીપડી અને બચ્ચાઓનો ભારે ડર જોવા મળે છે.બરડા અભિયારણ માં થી ગ્રામ્ય પંથકમાં આવી ચડતા દિપડાની રંજાળ સામાન્ય બની ગઇ એવુ લાગે છે. ગ્રામ્ય વિસ્તારોમાં અવાર-નવાર પહોંચી જાય છે અને પશુઓનાં મારણ કરે છે. હાલ ખાંભોદર ગામે એક દિપડી અને સાથે ત્રણ નાના બાળ દીપડાઍ મુકામ કર્યું છે. જેના કારણે પરપ્રાતીય લોકો ખુલ્લા માં વસવાટ કરતા હોય તેમના બાળકો કઈ કે કોઈ મોટા માણસો ની જાનહાની કરે તે પહેલા બરડા ડુંગરમાંથી છેક ગ્રામ્ય પંથકમાં અને ગામની સીમમાં પહોંચી ગયેલ આ દિપડી અને તેના બચ્ચાને વન વિભાગના સતા વાળાઓ આળસ મરડી ને પાંજરે પુરે તેવી માંગ ખાંભોદર અને બરડા વાસીઓ સ્થાનિક ગ્રામજનો,ખેડૂતોએ બુલંદ માંગ કરી છે.
અહેવાલ :- વિરમભાઈ કે. આગઠ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.