મોરબીથી યુવતી રાજકોટ આવી, પ્રેમી લેવા ન આવતા મધરાતે રિક્ષાચાલકે ‘બહેન’ કહી ઘરે લઈ ગયો ને દુષ્કર્મ આચર્યું - At This Time

મોરબીથી યુવતી રાજકોટ આવી, પ્રેમી લેવા ન આવતા મધરાતે રિક્ષાચાલકે ‘બહેન’ કહી ઘરે લઈ ગયો ને દુષ્કર્મ આચર્યું


મહિસાગર પંથકની અને હાલ મોરબી પંથકમાં પરિવારજનો સાથે વાડી વિસ્‍તારમાં રહી મજૂરી કરતી 19 વર્ષની યુવતી ગઈકાલે સાંજે તેના પ્રેમીને મળવા રાજકોટ બસ સ્‍ટેશને આવી પહોંચી હતી. પરંતુ પ્રેમી તેને લેવા ન આવતાં જંગલેશ્વરના ફિરોઝ નામના રિક્ષાચાલકે તેને મદદ કરવાના બહાને પોતાના ફોનમાંથી પ્રેમી સાથે વાત કરાવી હતી. બાદમાં પ્રેમી સવારે આવવાનો છે એ જાણી લઈ યુવતીને ‘બહેન’કહી રાતે પોતાના ઘરે આશરો આપવાનું કહ્યું હતું. પરંતુ ઘરના બહાને તે યુવતીને જંગલેશ્વરમાં લઈ ગયો હતો અને યુવતી પર દુષ્કર્મ ગુજાર્યું હતું. જો કે યુવતીએ હિમ્‍મતભેર સામનો કરી તેને પેટમાં પાટુ મારી પછાડી દઈ ભાગી ભક્‍તિનગર પોલીસ સ્ટેશન પહોંચી ફિરોઝ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી હવસખોર ફિરોઝને રાતોરાત સકંજામાં લઈ કાર્યવાહી હાથ ધરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.