સિંચાઇનું પાણી ન મળતાં ઉનાળુ પાકને 80 ટકાથી વધુ નુકસાન
સિંચાઇનું પાણી ન મળતાં ઉનાળુ પાકને 80 ટકાથી વધુ નુકસાન
બરડા પંથકમાં ઉનાળુ પાક માટે સૌની યોજનાથી સિંચાઈનું પાણી આપવામાં આવ્યું નહીંઃવર્તુ2 ડેમ ખાલીખમ
પોરબંદરના બરડા પંથકમાં ખેડૂતોએ ઉનાળુ પાક તલ અને મગનું વાવેતર કર્યું હતું પરંતુ સરકારે સૌની યોજના હેઠળ સિંચાઈનું પાણી ન આપતા, માંગ અને તલના 80 ટકા પાકને નુકશાન થયું છે. વર્તુ 2 ડેમમાં પાણી ન હોવાથી યુવાનો ડેમમાં ક્રિકેટ રમતા નજરે ચડે છે. પોરબંદરના બરડા વિસ્તારમાં ખેડૂતો ઉનાળુ પાકમાં મગ અને તલનું પુષ્કળ વાવેતર કરે છે. આ વખતે પણ ખેડૂતોએ મગ અને તલના પાકનું વાવેતર કર્યું હતું. આ વિસ્તારમાં વર્તુ 2 ડેમ માંથી સિંચાઈનું પાણી કેનાલ મારફત આપવામાં આવે છે પરંતુ વતું 2 ડેમ ખાલી થયો અને સરકારે સૌની યોજના હેઠળ ખેડૂતોને સિંચાઈનું પાણી ન આપ્યું જેને કારણે કેનાલો ખાલીખમ થઈ હતી. આ વખતે પણ ખેડૂતોએ સિંચાઈના પાણી માટે સરકાર પર મદાર રાખ્યો હતો અને સૌની યોજના હેઠળ સિંચાઈનું પાણી મળશે તેવી આશા સાથે ઉનાળુ વાવેતર કર્યું હતું પરંતુ સૌની
યોજનાનો લાભ આ પંથકને મળ્યો નથી. ખેડૂતોની વારંવાર રજૂઆત બાદ પણ સરકારે સૌની યોજનાનો લાભ ન આપતા, સિંચાઈનું પાણી ન મળતા ભોમિયાવદર, પારાવાડા, મોરાણા, હાથલા, કુણવદર, કિંદરખેડા સહિતના 20 જેટલા ગામના ખેતરમાં પાક મુરઝાવા લાગ્યો હતો અને 80 ટકાથી વધુ તલ અને મગના પાકને નુકશાન થયું છે. વતું 2 ડેમ ખાલી થતા ડેમના વિસ્તારમાં યુવાનો ક્રિકેટ રમી રહ્યા છે.
સરકાર વહેલી તકે સૌની યોજનાનો લાભ આપે
ચાલુ ઉનાળુ પાક તો બરડા પંથકમાં નિષ્ફળ ગયો છે. સરકારે સૌન યોજનાનો લાભ આપ્યો નથી. દરખાસ્ત પણ કરવામાં આવી હતી અને ખેડૂતો દ્વારા રજૂઆત પણ કરવામાં આવી હતી. હવે આગામી ચોમાસ આગોતરું વાવેતર કરવાનું હોય ત્યારે સરકાર વહેલી તકે સૌની યોજનાન લાભ આપી કેનાલો મારફત સિંચાઈનું પાણી આપે તો ખેડૂતોને ચોમાસામ વાવેતરમાં લાભ મળી શકે.
કૂવામાં પાણી હોય તેવા ખેડૂતો પાક બચાવવા પ્રયાસ કરે છે બૅરેડા વિસ્તારમાં સરકારે સૌની યોજના હેઠળ સિંચાઈનું પાણી ન આપત આ પંથકના 80 ટકા પાકને નુકશાન થયું છે. હાલ જે ખેડૂતોના ખેતરમ કૂવામાં પાણી છે તેવા ખેડૂતો કુવા માંથી સિંચાઈ કરી પોતાનો મુરઝાતો પાકબચાવી રહિયા છે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.