સંત વેલનાથ બાપુએ જેમની પ્રબળ ઇચ્છા શક્તિથી ઉતર્યું હતું સાપનું ઝેર, જાણો તેમની રસપ્રદ વાતો
સંત વેલનાથ બાપુની
સંત વેલનાથ
જન્મ : સંવત ૧૪૪૫ અષાઢ સુદ બીજનાં વેહલી સવારે
ગુરૂનું નામ : વાઘનાથજી
દાદાનું નામ : ભગત અમરાજી ઠાકોર
પિતાનું નામ : ભગત બોધાજી
માતાનું નામ : અમરબા
શાખ : મકવાણા
જ્ઞાતી : ચુંવાળીયા કોળી
જન્મ સ્થળ : પાદરીયા જુનાગઢ જીલ્લો.
પત્નીનું નામ : મીણામાં અને જશુમાં
સસરા : જુનાગઢ જીલ્લાના માંડવડ ગામના લાખાજી ઠાકોર
ચૌદમી સદીમાં અહમદશાહ બાદશાહે સાબરમતી કિનારે આવેલ આશાવલ નામના ગામના સ્થળે પોતાના નામ પર અમદાવાદ વસાવી તેને ગુજરાતની રાજધાની બનાવી. ત્યારે ગુજરાતના ચુંવાળ પ્રદેશના ઠાકોરને ધર્મપરિવર્તન કરવાની ફરજ પાડતા આ ઠાકોરો અહમદશાહની સરમુખત્યારશાહીને તાબે ન થતા તેને ચુંવાળ પંથક માંથી હાકી કાઢવાનો હુક્મ કર્યો.
આમ આ ઠાકોરોનો કાફ્લો ત્યાંથી નીક્ળી સૌરાષ્ટ્ર અને કચ્છમાં સ્થીર થયો. સૌરાષ્ટ્રમાં આ ઠાકોરોએ ગ્રામ રક્ષકની જવાબદારી સ્વીકારી લીધી. આ બધા ઠાકોરો પગના પગલાની દિશારેખા અને પગલા જોવામાં નિષ્ણાંત હતાં, તેથી જે ગામમાં ચોરી, ધાડ કે લૂંટ થાય તેને પગની નિશાની પરથી પક્ડી લેતા અને રાજ્યમાં રજૂ કરતાં. આથી સૌરાષ્ટ્રના રાજ્યોએ તેમને “પગી” તરીકેની પદવી આપી અને આ ઠાકોરો પંદરમી સદીથી પગી તરીખે પ્રસીધ્ધ થયા.
જયારે ચુંવાળ પ્રદેશ છોડવાની ફરજ પાડવામાં આવેલ ત્યારે ચુંવાળ પ્રદેશમાં આવેલ “કુંવાદરા” ગામના મક્વાણા અટકના અમરાજી ઠાકોર પણ બાદશાહના ચંગુલ માંથી છુટ્યા હતા. અમરાજી ઠાકોર પરમ શિવ ભક્ત હતા. તેમના મુખમાંથી અહોનીશ “ॐ નમઃ શિવાય” મંત્ર જાપ ચાલ્યા જ કરતો હતો. તે ફરતા ફરતા જુનાગઢ તાબાના ગિરનારની ગરવી છાયામાં વસેલા “પાદરીયા” નામના ગામમાં આવી વસ્યા હતા.
પરમ સરળ હ્રદયના ભક્ત દંપતિ ગામને બહુભાવી ગયા. અને તેમના આવવાથી ગામમાં ભજન અને સત્સંગની છોળો ઉછળવા લાગી. સાધુ સંતો અને અભ્યાગતોની ભગત અમરાજીના ધરે પધરામણી થવા લાગી. આખું ગામ ભક્તીમય બની જતાં અમરાજી ઠાકોરની સુવાસ ચોતરફ પ્રસરી. સાંજના સમયે ભગત અમરાજી હાથમાં રામ સાગર લઇ ભજન ગાતા અને ગામના ભાવિક લોકોને ભજનમાં તરબોળ કરી દેતા.
નામ અનો નાશ” એ નિયમને અનુસરતા ભગત વૃધ્ધા અવસ્થાના આરે પોંહચીને પોતાનુ જીવન સતત પ્રભુસ્મરણમાં વિતાવે છે. તેના મોઢામાંથી સતત ‘હરી ॐ’ ના જાપ ચાલુ છે અને સમાધી અવસ્થામાં તેને લક્ષ્મીનારાયણના દર્શન થાય છે. તેની ભક્તિ પરાકાષ્ઠાએ પોંહચેલ અને ભગવાન સ્વયં તેને લેવા પધારેલ છે, આમ અમરાજી અને તેમના પત્ની સર્વે હરી ભક્તોની હાજરીમાં પોતાનો દેહ છોડે છે. અમરાજીને વારસમાં પુત્ર બોઘાજી અને તેની પત્ની અમરબા ધામધૂમ પૂર્વક ભગત પાછળ ભંડારો કરી સાધુ મહાત્માઓને સંતુષ્ટ કરે છે.
બોઘાજી પણ તેના પીતાની જેમ પરમાત્માનાં પરમ ભક્ત હતા. તેના પત્ની અમરબા પણ સદગુણી અને સતી નારી હતા. આ બન્નેએ પોતાના પીતા અમરાજી તરફથી મળેલ વારસાને ગૃહસ્થાશ્રમમાં રહીને દિપાવ્યો હતો. ખેતી મજુરી કરી ગુજરાન ચલાવતા બન્ને દંપતી આંગણે આવેલ સાધુ મહાત્માની સેવા કરે છે અને કાયમ સાંજે ભજન સત્સંગ કરી સતત પ્રભુમય જીવન વિતાવે છે. પ્રથમ વખત જ જાણે શૈવ અને વષ્ણવનો સુભગ સમન્વય બનેના આચરણમાં દેખાય છે.
આ ભક્ત દંપતી ચાલીસ વટાવી ચુક્યા છે. પણ અમરબાને એક વાતની ઝંખના સતાવ્યા કરતી! માં બનવાની! બધી સ્ત્રીની જેમ તમને પણ માતૃત્વની તીવ્ર ઝંખના હતી. ભગત બોધાજી તેમને સમજાવતા અને કહેતા કે આપણા ઇષ્ટ શીવજીને પુરે પુરી ખબર છે. એ આપણી મહેરછા પુરી કરશે જ, માટે તમે તેમના પર પુર્ણ શ્રધ્ધા રાખો, સમય આવ્યે તે આપણી શેરમાટીની ખોટ પુરી કરશે.
આમ બન્ને દંપતી શીવજીની પુજા કર્યા પછી જ આહાર પાણી લેવાનો સંક્લ્પ કરે છે. કાયમ બન્ને દંપતી સવારે વેહલા ઉઠી પાદરીયાથી ભવનાથ ભગવાન ભોળાનાથના દર્શન કરવા જાય છે. લગભગ એકાદ વરસ વિતી જાય છે, ટાઢ, તાપ, વરસાદની પરવા કર્યા વગર બન્ને જણા નિત્યક્ર્મ મુજબ ગાઢ જંગલમાં ચાલીને ભવનાથ દાદાના દર્શન કરવા જાય છે.
એક વખત બન્યુ એવુ કે આ ભક્ત દંપતી ભવનાથ જવા માટે નીક્ળ્યું. અને કોઇ શુભ કામે જતા કેટલાક માણસો સામા મળ્યા. તેમાથી એક જણ ધીમેથી બોલ્યોઃ “અત્યારમાં આ ક્યાં સામે મળ્યા? ધીમેથી બોલ્યો પણ બને દંપતી એ આ સાંભળ્યું !” અણગમતુ વચન સાંભળતા ન સાંભળ્યું કરી, જય શીવહર, જય શીવહર, જાપ કરતા ભવનાથમાં ભગવાન સદાશીવના ધામમાં આવી પોંહચ્યાં.
પરંતુ સતી અમરબાને પેલા માણસના વેણ અંતર સોસરવા ઉતરી ગયાં. તેથી મંદીરમાંના શિવલિંગને દંડવત પ્રણામ કરી, ધ્રુસકે ધ્રુસકે એટલું બધુ રડ્યા તેનુ રડવાના અવાજ પાછળ એક માંની એટલી વેદના હતી કે ભલભલા પણ પીગળી જાય. એટલુ રડ્યા કે તે અર્ધપાગલ જેવા બની ગયા. આખી જિંદગીની વસવસો આજે આસુંની ધારા દ્રારા બહાર નિકળ્યો. ભક્ત બોઘાજી પણ શિવ સ્મરણ કરતા કરતા રડી રહયા છે.
અમરબા થોડીવાર મુર્છીત થઇ જાય છે ત્યાં જ શિવલીંગમાંથી ગેબી અવાજ આવે છે કે “હે બેટા અમર ઉભા થાવ, ભક્ત બોઘાજી રડશોમા, તમારી એકનિષ્ઠ ભક્તિથી હું પ્રસન્ન છુ, તમારે ત્યાં આવતા વર્ષે અષાઢીબીજ ને દિવસે સિધ્ધ પુત્રનું અવતરશે, બને ઘરે જાવ અને અને ધરેથી જ મારું સ્મરણ કરશો. આજથી તમને કોઇ પણ વાતનું દુઃખ રહેશે નહિ.”
સમય જતા ક્યાં વાર લાગે છે! જેની રાહ જોતાતા તે અષાઢી બીજ નજીક આવી ગઇ. વિક્રમ સંવત ૧૪૪૫ અષાઢી એક્મની રાત્રિ છે.
માતા અમરબા પુત્ર જન્મની વાટ જોતા જોતા ગાઢ નિંદ્રામાં સુતા છે. અને વેહલી સવારે પ્રથમ કુક્ડો બોલતા અમરમાની આખં ઉધડતા એક નવજાત બાળક પડખામાં સૂતેલુ જોયું. કેવી રીતે પ્રસવ થયો તેની કાંઇ જ ખબર પડી નહિ. કોરી પથારીએ બાળકને સૂતેલો જોતાં માં એ તરત જ ઉપાડી તેડી લીધો અને હર્ષોલ્લાસથી તેના ગાલ ચુમવા માંડ્યા. વિક્રમ સંવત ૧૪૪૫ અષાઢ સુદ બીજની વેહલી સવારે પુત્રનો જન્મ થયો, તેથી બઘાએ વેહલો અર્થાત ‘વેલો’ નામ આપી દીધું. ભગાવાન શિવની કૃપા બોઘાજી અને અમરમાં ઉપર પુત્ર સ્વરૂપે ઉતરી.
અમરબા અને ભક્ત બોઘાજીનો બાળક વેલકુંવરનો ઉછેર કરે છે કે તે મહાન પ્રભુભક્ત બને. આથી ધરનું વાતાવરણ ભક્તિમય બનાવી ભજન, પૂજન, સ્મરણ, ચિંતન, મનન, સ્વાધ્યાય, ધૂન, સંત ચરિત્ર વાંચન કરી મર્યાદાયુક્ત સાદુ જીવન જીવે છે. આની અસર બાળલ વેલનાથ ઉપર પડે છે. વેલકુંવરની ઉંમર નાની છે, પણ વિચારો પીઢ વ્યક્તિને શરમાવે તેવા છે.
વેલાજીની ઉંમર આઠેક વર્ષની થઇ ગઇ છે. પોતાનું જીવન સ્વતંત્ર રીતે જીવવા લાગ્યા છે. એક દિવસ તે માતા પિતાને સવિનય હાથજોડી વિનંતી કરે છે કે “બાપુ અને માં જો તમે રજા આપો તો હું પણ કોઇક સારા ખેડૂતને ત્યાં સાથી પણુ કરી મજુરીની તાલીમ લઇ થોડી ક્માણી કરું. જેથી આપ સાધુ સંતો અને અભ્યાગતોની સારી રીતે સેવા કરી શકો. મારી તમે જરાય ચિંતા કરશો નહી.”
અમરબા બોલ્યા” બેટા તારી ઉંમર હજુ નાની છે, મજૂરી કરવા માટે તું હજુ સક્ષમ નથી અને અમે તને આમારાથી વિખુટો પડવા ઇચ્છતા નથી માટે માંડીવાળ બહાર જવાનું!” વેલાજી બોલ્યા માં! આ દૂનિયા રેટમાળ જેવી છે. એક ભરાયને બીજુ ઠલવાય છે. આ ક્રિયા સતત ચાલુ અને અસ્થિર છે. અહીં કોઇપણ અમર નથી. અને સ્થીર પણ. નામ એનો નાશ છે. બીજું આવેને પેહલુ જાય છે. આ તો વિશ્વ નિયંતાનો અફર નિયમ છે.
વળી પુરુષાર્થ-મેહનત મજૂરી જીવન નિર્વાહ ચલાવવા માટે જરૂરી છે. દરેક પ્રારબ્ધ લઇને આવે છે. માટે ચિંતા કરવી વ્યર્થ છે. જીવમાત્રની ચિંતા ઇશ્વરને છે, સર્વકાઇ ઇશ્વર ઈચ્છા મુજબ બને છે. ધ્રુવજી પાંચ વર્ષના હતા છતાં તેના માતા સુનીતી દેવીએ તેને રજા આપી હતી, કારણ ઇશ્વર પર પુર્ણ વિશ્વાસ હતો. તમે મને રજા આપો તો જયાં મારું ઋણાનુબંધ છે તે ચુક્વીને પાછો આવીશ.
વેલાજીની બાલ સહજ દલીલોથી માતા-પિતા ન છુટકે રજા આપે છે. વેલાજી ધરેથી નીકળી સીધા જુનાગઢ તાબા હેઠળના શેરગઢ ગામે આવી પોહચ્યાં. તેમને વિચાર્યુ કે જેમનું ગત જન્મનું ઋણ છે તે વ્યક્તિ પવિત્ર હતી, તે આ જન્મે પણ પવિત્ર જ હશે. માટે હે પરમાત્મ તમે મને ગત જન્મના ઋણીને ધેર પોંહચાડો. શેરગઢ ગામનાં જાપામાં એક ધર હતું એ જોતા જ વેલાજી સમજી ગયા કે આ ધરનો માલીક જ મારા ગયા જન્મના લેણદાર છે માટે અહિંયા જ રોકાવુ. આ ધર સેંજળીયા કુળના કણબી જસમત પટેલનું હતું.
કાળી કોયલ ક્લક્લે, ભેરવ કરે ભભકાર,
નિત નગારાં ગડગડે, ગીરનારી વેલનાથ.
શેરગઢ નામે જૂનાગઢ તાબાનું મૂળ ગરાસિયું ગામડું છે. ગામમાં જસમત સેંજળિયો નામે એક કણબી રેહતો હતો. સહુ પટેલમાં જસમત પટેલ દૂબળો ખેડૂત છે. તાણીતુસીને પેટગુજારો કરે છે. એક દિવસ જસમતની ખડકીએ એક બાળક આવીને ઉભો રહયો. બાળકે સવાલ કર્યો : આતા, મને સાથી રાખશો?”
“કેવા છો, ભાઇ?”
“કોળી છું, આતા! મને સાથી રાખો.”
કોળીના દિકરાની નમણી મુખમુદ્રા ઉપર જસમતના નેત્રો ઠરવા માંડ્યા.
“તારું નામ શું, ભાઇ બેટા?”
“વેલિયો.”
વિચાર કરીને જસમતે ડોકું ધુણાવ્યું “વેલિયા! બાપા, મારે ધેર તારો સમાવેશ થાય એવુ નથી. મારા વાડકીના શીરામણમાં બે ઉપર ત્રીજાનું પેટ નહિ ભરાય.”
જસમતના ઘરમાં ભલી ભોળી કણબણ હતી. એ પ્રભુપરાયણ સ્ત્રીને સંતાન ન હતું. તેના ધરે ઇશ્વરે શેરમાટીની ખોટ રાખી હતી. વેલિયાને જોઇને તે બાઇની મમતા જાગી. વેલિયા ઉપર તેને વહાલ છુટ્યું અને તે એના ધણીને કેહવાલ લાગી “કણબી ભલે રહ્યો છોકરો. એ પણ પોતાનાં ભાગ્ય ભેગાં બાંધતો જ આવતો હશે. અને રોટલાતો તેના સાટુ રામ ઉતારશે. બાળકો વેલિયો આપણી ટેલ કર્યા કરશે. વળી આપણે એને દેખીને છોરૂનાં દખ વીસરશું.”
જસમત સમજતો લે કણબણ પોતાના કરતાં વધુ શાણી છે. કણબણને પોતે પોતાના ઘરની લક્ષ્મી માનતો એનુ વેણ કોઇ દિવસ ઉથાપતો નહીં, તેથી વેલિયાને તેણે રાખી લીધો, પુછ્યું -“એલા વેલિયા તારો મુસારો(પગાર) કેટલો માંડું બેટા?”
“મુસારો તો તમને ઠિક પડે તે માંડજો, આતા! પણ મારે એક નીમ છે તે પાળવું જોશે.”
“શી બાબતનું નીમ?”
“કે આ મારી માતાજી મને રોટલા ધડી દેશે તો જ હું ખાઇશ, બીજા કોઇના હાથનું રાંધણું મને ખપશે નહિ.”
આ વાત સાંભળીને કણબણને એના પર બેવડું હેત ઊપજવા લાગયું. કરાર કબુલ થયો.
વળતે જ દિવસે જસમતના ધરમાં રામરિધ્ધિ વર્તાવા લાગી. કોળીના દિકરાના પગલે કોઠીમાં સે’ પુરાણી. ગામના દરબારે જસમતને ઢાંઢા(બળદ)ની નવી જોડ્ય, સાંતી અને એક સાંતીની નવી જમીન ખેડવા આપી. પટેલ અને એનો બાળક વેલિયો જ્યારે બે સાંતી હાકીને ખેતર ખેડવા નીક્ળ્યા ત્યારે ગામના ક્ણબીઓ એ જોડલીને જોઇ રહ્યા. આખો દિવસ કામ કરીને વેલો ઘેર આવે, તો પણ આતા અને માડીના પગ દાબ્યા વગર સૂતો નથી. જસમતની તો ઉપાધી માત્ર ચાલી ગઇ છે. ઓછાબોલો અને ગરવો કોળીપુત્ર વેલો જોતજોતામાં તો જસમતના પડખે જુવાન દિકરા જેવડો થઇ ગયો છે.
પટલાણી માંને વાંઝિયા-મેણાં ભાંગ્યાં એને એક પછે એક સાત દિકરા અવતર્યા. જસમત અને પટલાણી આ જાડેરા કુટુંબ માટે વેલાના મંગલ પગલાંનો જ ગુણ ગાવા લાગ્યાં છે. પેટના સાત-સાત દિકરા છતા વેલા ઉપરનું હેત ઓછું નથી થયું.
એક દિવસ સાંજે વેલો વાડીએથી આવ્યો. રોજની માફક આજે પણ તેની આંખો માડીને ગોતવા માંડી. વારુંનું ટાણુ થયુ માડી ધરમાં દેખાતા નથી. છોકરાઓ એ કહયુ “વેલા ભાઇ હાલ રોટલા ખાઇ લઇએ!”
“ના, હું માડી વગર નહી ખાઉ, માડી આવીને ખવરાવશે ત્યારે જ ખાઇશ.”
વેલાએ જ્યારે હઠ લીધી ત્યારે પટેલથી ના રેહવાયુ : “માડી માડી કરમાં બાપ વેલા, જો આ રહી માડી.” એમ કહી કાંડુ ઝાલી, વેલાને બીજા ઓરડામાં લઇ જઇ ડોશીનું મડદુ બતાવ્યું.
“જો આ રહી તારી માડી સવારે ફુકી દઇશું, હવે આમા તારી માડી ના મળે.”
“માડીને શું થયુ?
“છાણાના મોઢાવામાંથી સરપ ડસ્યો.”
“ના ના, મને જમાડ્યા વિના માડી જાય નહી મારું નીમ ભંગાવે નહિ.”
એમ કહિ વેલો નીચે નમ્યો. માને ગળે બાઝીને કહયું-“મા! મા! ઉઠો મને રોટલા કરી દ્યો ને! હું ભુખ્યો છું માં!” આમ બાળક વેલાની પ્રબળ ઇચ્છા શક્તિથી ડોશીનું ઝેર ઉતરી ગયુ અને ડોશીમાં વેલાને બાઝી પડ્યા.
એક વખત ગામના એક માણસે જસમતને જઇ રાવ કરી કે તારો સાથી ખેતરે જઇ ઓશીકે ટાઢી ભંભલી મેલી આખો દિ ખીજડીએ ઊંધી રહે છે. આમ ને આમ હાલ્યુ તો તારુ દિવાળુ નીકળી જાશે અને તારા બા’રે વા’ણ આ વેલીઓ ડુબાડશે. આ વૈશાખ ઉતરતા પણ સાંઠીયુ નહી સુંડાય. ગમે એમ તોય કોળી ખરો કણબી નહીં. જસમતને વેલા ઉપર ધણી આસ્થા હતી છતાં આજ પંદર વરશે એને ઘડીક વિશ્વાસ ડગમગ્યો. જસમત ખરા બોપરે સીમ તરફ દોડ્યો, એના અંતરમાં એવુ થયુ કે વેલો ખરે ખર ઊંઘતો હોય તો તેને પાટું મારી જગાડીશ અને મુસારાની એક કોરી પણ નહી આપુ.
સાચો સાચ ખીજડીને છાંયડે, પાણી ભરી શીતળ ભંભલીને ઓશીકે માથું રાખી વેલો ભર નીંદરમાં સુતો છે. પણ ખેતર રેઢુ નથી પડ્યું. કોદાળી એકલી એકલી ખોદી રહી છે. એકલી કોદાળી એની મેળે મેળી ઉછળીને સાંઠીઓ સૂડી રહી છે. ખેતર ગાદલા જેવું બની ગયું છે.
આ દ્રશ્ય જોઇ જસમત પટેલ અવાચક બની જાઈ છે. આ વેલો નહિ પણ કોઇ યોગી મહાપુરૂષ છે. એમના ઉપરમે શંકા કરી પાપ બાધ્યુ. પટેલને પસ્તાવાનો પાર નથી અને આંખમાંથી બોર બોર જેવા આસુ પાડી હીબકે હીબકે તે રડવા લાગ્યા કે હું આ મહાપુરૂષને ઓળખીના શક્યો, તેને મારા ઘરને અભરે ભરી દીધુ અને મે તેના પર કોકની વાત માની અવિશ્વાસ કર્યો. હિબકાનો અવાજ સાંભળી વેલો જાગી ગયો અને દૂરથી આતાને રડતા જોઇ પાસે આવ્યો. વેલાના આવતા જસમત તેમા પગે પડી રડવા લાગ્યો. માફી માંગતા બોલ્યો કે “હે મહાત્મન આજ સુધી મે તમને ઓળખ્યા નહિ, આપની પાસે મજૂરી કરાવી અવિશ્વાસ કર્યો માટે મને માફ કરો.”
વેલો બોલ્યો ! “આતા મજૂરી મને મીઠી લાગતી, જો મને દિકરો થઇને રેહવા દિધો હોત તો હું હજી રોકાત અને તમારી સેવા કરત. હું તો પુર્વ જન્મનું ઋણ ચુકવવા અવ્યો હતો. હવે મને રજા આપો. મારીબા ને રામ રામ અને નાના ભાઇઓને પ્રેમ અને આપને હ્ર્દય પુર્વક્ના વદંન. બે અદલી થઇ હોય તો માફ કરજો હું હવે જાવ છું. પુર્વનું ઋણાનું બંધ પુરુ થયુ આપણું, ઇસ્વરના કાયદામાં સૌ બંધાયેલ છે માટે શોકના કરશો. માંગવુ હોય તે માંગીલો આતા.”
જસમત ખુબ કરગરે છે. તેની આંખોમાંથી આસુનો પ્રવાહ રોકાતો નથી. તે વેલાને નમ્રતા પુર્વક નમન કરીને એટલુ કહે છે કે હવે તમે દિકરા તરીકે નહી પણ મહાત્મા તરીકે ઘરે પધારો અને મને સેવા સ્તકારનો લાભ આપો. વેલો અને જસમત ઘરે આવે છે. ઘરે આવતા પટલાણી માં ને પતી જસમતની નાદુરસ્ત હાલત જોઇને વેલાને કહે છે કે તારા બાપુને શું થયુ? વેલો કહે છે કે બા હવે આપણી લેણાદેણી પુરી થઇ અને હવે મારે અહીથી જાવુ પડશે. આ વાત સાંભળતા જ પટલાણીની માથે આભ ફાટી પડે છે.
વેલો માં ને માથે હાથ મુકી પુર્વ જન્મનું લેણદેણ એક ફીલમની જેમ દેખાડી દે છે, જેથી માં ને વેલા પ્રત્યેનો પુત્રભાવનો મોહ છુટે છે અને તે દિવસથી એક સંત તરીકે વેલાને જુવે છે. તે દિવસે સંત વેલનાથ માટે માં પોતે ખીર અને પુરીનું જમણ બનાવે છે અને બધા સાથે બેસીને જમે છે. રાત્રે મોડે સુધી સત્સંગ થાય છે અને સવાર પડતા જ વેલો કણબી માં અને જસમત પટેલને વંદન કરી વિદાય લે છે. વેલો જાતા જાતા વચન આપે છે કે સેજળીયા કુળનો તમારા વંસજ નો કોઇ માણસ ગીરનારે આવેલ ભૈરવ જંપે મારા વિરડે આવીને ભજન કરી મને યાદ કરશે, તો તે વિરડામાં પાણી રૂપે હું પ્રગટ થઇ દર્શન આપીશ.
વેલનાથ બાપુએ પોતાનું પુર્વ જન્મનું લેણું સાથી રહી ચુક્વી દીધુ. અંતે માં-આતા અને ભાઇઓને ખુશ કરી સત્ય સમજાવી પોતાના ગામ પાદરીયા પાછા આવે છે. માતા અમરબા અને બોઘાજી વેલાની ચાતક નજરે રાહ જોતા હોવાથી વેલાના આવવાથી તેમને ખુબ જ ખુશી થાય છે. વેલો માતા-પીતાના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લે છે. માતા પીતાના સર્વે સદગુણો વેલાના જીવનમાં ઉતરી ગયા છે.
વેલો રોજ સવારે વેહલો ઉઠી નિત્ય ક્રિયામાંથી નિવૃત થઇ પ્રભુ સ્મરણ કરવા ધ્યાનમાં બેસે છે અને થોડા સમય પછી ગાયો ચરાવા સીમમા જાય છે. રોજના ક્ર્મ પ્રમાણે વેલો ગાયો ચરાવતો હોય છે, ત્યાં અચાનક એમની નજર સીમમાં આવેલ ઘોધુર વડલા નીચે બેઠેલા સાધુઓ પર પડી. બોપરનો સમય હોવાથી તડકાથી બચવા સાધુઓ વડલા નીચેના શીતળ છાયામાં વિશ્રામ કરવા બેઠા છે. વેલો સાધુઓ પાસે આવેની સીતારામ બોલી નમન કરે છે. સાધુઓ હાથ ઉચાં કરી સીતારામ કરે છે. વેલો કહે છે કે “મહાત્માઓ હું અહીં ગાયો ચરાવું છું, જો આપને વાંધો ના હોય તો આપ સૌ માટે દુધ દોહીને લઇ આવુ?” સાધુઓ દુધ ભરવા કમંડળ આપે છે.
થોડી જ વારમાં કમંડળ ભરીને દુધ દોહી લાવી સાધુને આપે છે. સાધુઓ પાસે થોડો લોટ અને તેલ પણ હોય છે, તેમાથી એક સાધુ ધુણો પ્રગટાવી લોટમાં મોણ દઇ મોટા ગોયણા કરી ધુણામાં શેકીને બાટી બનાવે છે. આમ થોડી જ વારમાં દુધ બાટી તૈયાર થઇ જાય છે. સૌ પ્રથમ દુધ બાટીનો ભગવાનને ભોગ ધરાવાય છે અને ત્યાર બાદ સૌ સાધુ ભોજન કરે છે. સાથે વેલાને પણ દુધબાટીનો પ્રસાદ આપવામાં આવે છે. જમીને સાધુઓ અને વેલો સત્સંગ કરે છે અને સાધુઓને ભજન સંભળાવે છે.
વેલાનો ભજનભાવ, ભક્તિ, સદભાવના, સંસ્કાર સાધુઓ ખુબ જ પ્રભાવીત થાય છે. વેલાની સેવાથી તે ખુશ થઇ કાંઇક માંગવાનુ કહે છે પરંતુ વેલો બે હાથ જોડીને કહે છે કે મહાત્માઓ જો તમે મને ખરેખર આપવા માંગતા હોય તો મને હજુ સુધી ગુરૂ નથી મલ્યા, મને તમારો શિષ્ય બનાવો જેથી કરીને મારો જન્મ સફ્ળ થાય અને અજ્ઞાન રૂપી અંધકાર દુર થાય.
વેલાની તીવ્ર જીજ્ઞાસા જોઇ સાધુઓ કહે છે કે વેલાભગત અમે એક જ ગુરૂના શિષ્ય છીએ અમારા ગુરૂ વાધનાથ છે અને તે ગીરનાર પર્વત ઉપર આવેલ અંબાજી માતાનાં મંદીરની સામે આવેલ ભૈરવ જંપ આગળ એક ગુફામાં રહે છે. અમારા ગુરૂ તરફથી હજુ અમને કોઇને પણ શીષ્ય બનાવવા માટેનો પરવાનો મળ્યો નથી, માટે અમારા માંથી કોઇ પણ તને શીષ્ય બનાવી નહી શકે અને વળી અમારા ગુરૂ સુધી પોહચવું સરળ પણ નથી.
પરંતુ તારી ગુરૂ પ્રત્યેની આપાર નિષ્ઠાને જોઇ અમે વાધનાથજીને તારી જરુર ભલામણ કરીશું. અમારા તને દિલથી આશીર્વાદ છે કે તારી બધી મનોકામના પુરી થાય. અમારા ગુરૂની ગુફા આખા વર્ષમાં એક જ વખત એટલે કે ગુરૂપુર્ણીમાં ના દિવસે જ ખુલે છે, માટે તું ગુરૂપુર્ણીમાં પર ગુફાએ આવજે અને વાધનાથ બાપુને વિનંતી કરજે, એ જરૂર તારા ગુરૂ બનશે. આમ આતુરતાથી વેલો ગુરૂપુર્ણીમાની રાહ જોવે છે અને સમયને જતા ક્યાં વાર લાગે છે.
ગુરૂપુર્ણીમાનો દિવસ આવી જાય છે. વેલો મળશકે જાગી નિત્યક્રિયા પરવારી માતા પીતાના આશીર્વાદ લઇ ગરવા ગીરનારની ગોદમાં આવી ચડે છે. ભવનાથ મહાદેવના દર્શન આશીર્વાદ લઇ, અંબાજીમાતાની ટૂંક પાસે આવેલ ભૈરવ જંપની જગ્યાએ આવતા એક વિશાળ ગુફા દેખાય છે, જેની નજીક જતા ગુફાના દ્રાર દ્રષ્ટીગોચર થાય છે. ગુફામાં દાખલ થતા એક વિશાળ જટાવાળા તેજસ્વી જોગી અંદર શીલાપર આસનવાળી બેઠા હોય છે. તેની સાથે અન્ય સાધુઓ પણ છે. જોગીના આસન સામે અગ્નીનો ધુણો પ્રજ્વલ્લીત છે.
આ જોગી બીજુ કોઇ નહી પણ નાથપંથી સાધુ વાઘનાથજી પોતે હતા. વેલાને જોઇ તે તેમની દિવ્યદ્રષ્ટી દ્વારા વેલાના જન્મ અને તે શીવજીનો અંશ છે, તે હકીક્ત જાણી લે છે. વાધનાથજી વેલાને નામથી સંબોધે છે અને કહે છે કે “બેટા વેલનાથ તું મને ગુરૂ બનાવવાના આશયથી અહીયા આવેલ છે, પણ મારી એક શરત સ્વીકારવી પડશે બેટા, ત્યાર બાદ જ હું તને નાથપંથની દિક્ષા આપી મારો શીષ્ય બનાવીશ.”
ગુરૂ વાધનાથે વેલા ઉપર હાથ મુકી કહયુ, આ ગરવા ગીરનારમાં નવનાથ, ચોરાસ સિધ્ધો સાથે ભગવાન દતાત્રેયનું રહેઠાણ છે, વળી કેટલાય સંત મહાત્મા સાધુઓ અદ્રશ્ય સ્વરૂપે અહી વર્ષોથી ભગવાનને પામવા તપ કરી રહ્યા છે. તે બધાના ગેબી આશીર્વાદ મેળવવા તારે ગીરનારની બાર પરીક્ર્મા કરવી પડશે. મારા અશીર્વાદ તારી સાથે છે પરીક્ર્મા દરમ્યાન ક્યારેય પણ કપરી સ્થીતીનો સામનો કરવો પડે તો મને યાદ કરજે, હું તારી પાસે હાજર થઇશ. આમ વેલો ગુરૂ વાધનાથજીના આશીર્વાદ મેળવી તે દિવસથી જ બાર પરીક્ર્મા કરવાની શરુઆત કરે છે.
રસ્તામાં ગાઢ જંગલ અને જંગલી પશુઓ પણ જોવા મળે છે પણ સતત ગુરૂનામ સ્મરણથી માર્ગ એક્દમ સરળ થઇ જાય છે. પરીક્ર્મા દરમ્યાન અનેક સિધ્ધ સાધુ મહાત્માના દર્શન અને સત્સંગ લાભ વેલાને મળે છે. પરીક્ર્મા પુર્ણ થતા વેલો વાધનાથજી પાસે આવીને ઉભો રહે છે. ગરૂ વાધનાથજી વેલાનો અનન્ય ભાવ અને એકનિષ્ઠ ભક્તિથી ખુબ જ પ્રભાવીત થાય છે. બીજે દિવસે બ્રહ્મમુર્હતમાં વાઘનાથજી સર્વે નાથપંથી સાધુઓની હાજરીમાં વેલાને નાથપંથની દિક્ષા આપે છે અને વેલો હવે વેલો મટી સંત વેલનાથ બને છે.
ગુરૂ કૃપાથી તેને બઘા જ શાસ્ત્રોનો સાર તેમજ અનેક દિવ્ય સિધ્ધીઓની પ્રાપ્તી થાય છે. વેલો ઘણા સમય સુધી વાઘનાથજી સાથે રહી ગુરૂ સેવા કરે છે. એક દિવસ વાધનાથ બાપુ વેલનાથને બોલાવી કહે છે કે બેટા હું તારી ભક્તિ અને સેવાથી ખુબ પ્રસન્ન છું, મારા તને આશીર્વાદ છે કે જ્યાં સુધી સુરજ-ચાંદ રહેશે, ત્યાં સુધી નાથપંથમા તારુ નામ અમર રહેશે. હવે તું તારા માતા પીતાની સેવા કર અને ગૃહસ્થાશ્રમની મર્યાદામાં રહી જગતના લોકોને ઇશ્વરનો રાહ ચીંધાળ.
થોડીકવાર વેલનાથ ગુરૂ વીજોગે અવાચક બની જાઈ છે, તેની આંખમાથી અશ્રુ રોકાતા નથી. વાધનાથ બાપુ એમને માથે હાથ મુકી આશ્વાસન આપતા કહે છે કે બેટા સાધુનો જન્મ જ લોકક્લ્યાણ માટે થયો છે, માટે તારે આ કાર્ય કરવા જવાનુ છે એમા તું તો માત્ર નિમીત જ છો, બધુ પ્રભુ ઇરછાથી જ બને છે, માટે બેટા સ્વસ્થ થાઓ. વેલનાથ ગુરૂના આશીર્વાદ મેળવી એમની ચરણ રજ માથે ચડાવી પોતાના ગામ પાદરીયા પાછા પધારે છે.
ઘરે આવતા માતા પીતાને ખુબજ આનંદ થાય થાય છે. વેલનાથ માતા પીતાને પગે લાગી આશીર્વાદ મેળવે છે. થોડા દિવસો વિત્યા બાદ માતા અમરબા વેલનાથને કહે છે કે બેટા ! અમે હવે તારા લગ્નનો લાહવો લેવા માંગીએ છીએ. જો તું હા પાડે તો તારા બાપુ સબંધ માટે સગા સબંધીમાં પુછતાછ કરી સંસ્કારી ક્ન્યા મળી જાય તો સબંધ કરી લગ્ન કરીએ. બીજે દિવસે ભગત બોધાજી પલાસવા જઇ તેના જુના મિત્ર નારાયણ માંડવીયાજીને મળ્યા. નારાયણજી ખુબ જ ખુશ થાય છે. નારાયણજીએ બોઘાજીની પુરી મહેમાનગતી કરી.
રાત્રે વાળુ કરી બન્ને મિત્રો વીતેલા જીવનની વાતો કરે છે. બોઘાજી વેલનાથના વેવીશાળ માટે કોઇ સુશીલ ક્ન્યા હોય તો ધ્યાન આપવાનું કહે છે. આથી નારાયણજી કહે છે કે માંડવડમાં લાખાજી ઠાકોરનું કુટુંબ બહુ સંસ્કારી છે. તેમની બે દિકરીઓ લગ્ન કરવા યોગ્ય થઇ ગઇ છે. તથા તેમની પણ મને ભલામણ છે કે કોઇ વિવાહ યોગ્ય મુરતીયો બન્ને દિકરીઓ માટે બતાવે. લાખાજીનું કુટુંબ અને કન્યાને જોવો, જો એક બીજાને યોગ્ય લાગે તો તો આપણે વેવીશાળ કરીએ. સવાર થતા બન્ને મિત્રો માંડવડ જાય છે. આંગતુગ મહેમાન આવવાથી લાખાજી રાજી થયા.
આ જોગી બીજુ કોઇ નહી પણ નાથપંથી સાધુ વાઘનાથજી પોતે હતા. વેલાને જોઇ તે તેમની દિવ્યદ્રષ્ટી દ્વારા વેલાના જન્મ અને તે શીવજીનો અંશ છે, તે હકીક્ત જાણી લે છે. વાધનાથજી વેલાને નામથી સંબોધે છે અને કહે છે કે “બેટા વેલનાથ તું મને ગુરૂ બનાવવાના આશયથી અહીયા આવેલ છે, પણ મારી એક શરત સ્વીકારવી પડશે બેટા, ત્યાર બાદ જ હું તને નાથપંથની દિક્ષા આપી મારો શીષ્ય બનાવીશ.”
ગુરૂ વાધનાથે વેલા ઉપર હાથ મુકી કહયુ, આ ગરવા ગીરનારમાં નવનાથ, ચોરાસ સિધ્ધો સાથે ભગવાન દતાત્રેયનું રહેઠાણ છે, વળી કેટલાય સંત મહાત્મા સાધુઓ અદ્રશ્ય સ્વરૂપે અહી વર્ષોથી ભગવાનને પામવા તપ કરી રહ્યા છે. તે બધાના ગેબી આશીર્વાદ મેળવવા તારે ગીરનારની બાર પરીક્ર્મા કરવી પડશે. મારા અશીર્વાદ તારી સાથે છે પરીક્ર્મા દરમ્યાન ક્યારેય પણ કપરી સ્થીતીનો સામનો કરવો પડે તો મને યાદ કરજે, હું તારી પાસે હાજર થઇશ. આમ વેલો ગુરૂ વાધનાથજીના આશીર્વાદ મેળવી તે દિવસથી જ બાર પરીક્ર્મા કરવાની શરુઆત કરે છે.
રસ્તામાં ગાઢ જંગલ અને જંગલી પશુઓ પણ જોવા મળે છે પણ સતત ગુરૂનામ સ્મરણથી માર્ગ એક્દમ સરળ થઇ જાય છે. પરીક્ર્મા દરમ્યાન અનેક સિધ્ધ સાધુ મહાત્માના દર્શન અને સત્સંગ લાભ વેલાને મળે છે. પરીક્ર્મા પુર્ણ થતા વેલો વાધનાથજી પાસે આવીને ઉભો રહે છે. ગરૂ વાધનાથજી વેલાનો અનન્ય ભાવ અને એકનિષ્ઠ ભક્તિથી ખુબ જ પ્રભાવીત થાય છે. બીજે દિવસે બ્રહ્મમુર્હતમાં વાઘનાથજી સર્વે નાથપંથી સાધુઓની હાજરીમાં વેલાને નાથપંથની દિક્ષા આપે છે અને વેલો હવે વેલો મટી સંત વેલનાથ બને છે.
ગુરૂ કૃપાથી તેને બઘા જ શાસ્ત્રોનો સાર તેમજ અનેક દિવ્ય સિધ્ધીઓની પ્રાપ્તી થાય છે. વેલો ઘણા સમય સુધી વાઘનાથજી સાથે રહી ગુરૂ સેવા કરે છે. એક દિવસ વાધનાથ બાપુ વેલનાથને બોલાવી કહે છે કે બેટા હું તારી ભક્તિ અને સેવાથી ખુબ પ્રસન્ન છું, મારા તને આશીર્વાદ છે કે જ્યાં સુધી સુરજ-ચાંદ રહેશે, ત્યાં સુધી નાથપંથમા તારુ નામ અમર રહેશે. હવે તું તારા માતા પીતાની સેવા કર અને ગૃહસ્થાશ્રમની મર્યાદામાં રહી જગતના લોકોને ઇશ્વરનો રાહ ચીંધાળ.
થોડીકવાર વેલનાથ ગુરૂ વીજોગે અવાચક બની જાઈ છે, તેની આંખમાથી અશ્રુ રોકાતા નથી. વાધનાથ બાપુ એમને માથે હાથ મુકી આશ્વાસન આપતા કહે છે કે બેટા સાધુનો જન્મ જ લોકક્લ્યાણ માટે થયો છે, માટે તારે આ કાર્ય કરવા જવાનુ છે એમા તું તો માત્ર નિમીત જ છો, બધુ પ્રભુ ઇરછાથી જ બને છે, માટે બેટા સ્વસ્થ થાઓ. વેલનાથ ગુરૂના આશીર્વાદ મેળવી એમની ચરણ રજ માથે ચડાવી પોતાના ગામ પાદરીયા પાછા પધારે છે.
ઘરે આવતા માતા પીતાને ખુબજ આનંદ થાય થાય છે. વેલનાથ માતા પીતાને પગે લાગી આશીર્વાદ મેળવે છે. થોડા દિવસો વિત્યા બાદ માતા અમરબા વેલનાથને કહે છે કે બેટા ! અમે હવે તારા લગ્નનો લાહવો લેવા માંગીએ છીએ. જો તું હા પાડે તો તારા બાપુ સબંધ માટે સગા સબંધીમાં પુછતાછ કરી સંસ્કારી ક્ન્યા મળી જાય તો સબંધ કરી લગ્ન કરીએ. બીજે દિવસે ભગત બોધાજી પલાસવા જઇ તેના જુના મિત્ર નારાયણ માંડવીયાજીને મળ્યા. નારાયણજી ખુબ જ ખુશ થાય છે. નારાયણજીએ બોઘાજીની પુરી મહેમાનગતી કરી.
રાત્રે વાળુ કરી બન્ને મિત્રો વીતેલા જીવનની વાતો કરે છે. બોઘાજી વેલનાથના વેવીશાળ માટે કોઇ સુશીલ ક્ન્યા હોય તો ધ્યાન આપવાનું કહે છે. આથી નારાયણજી કહે છે કે માંડવડમાં લાખાજી ઠાકોરનું કુટુંબ બહુ સંસ્કારી છે. તેમની બે દિકરીઓ લગ્ન કરવા યોગ્ય થઇ ગઇ છે. તથા તેમની પણ મને ભલામણ છે કે કોઇ વિવાહ યોગ્ય મુરતીયો બન્ને દિકરીઓ માટે બતાવે. લાખાજીનું કુટુંબ અને કન્યાને જોવો, જો એક બીજાને યોગ્ય લાગે તો તો આપણે વેવીશાળ કરીએ. સવાર થતા બન્ને મિત્રો માંડવડ જાય છે. આંગતુગ મહેમાન આવવાથી લાખાજી રાજી થયા.
રમેશ.જીંજુવાડીયા-મોટા ખુંટવડા (મહુવા)
Mo.7567026877
Mo.9484450947
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.