તે જ મારો ગાંજો ચોર્યો છે કહી પત્નિને સાણસીથી મારતો રીક્ષાચાલક પતિ - At This Time

તે જ મારો ગાંજો ચોર્યો છે કહી પત્નિને સાણસીથી મારતો રીક્ષાચાલક પતિ


તેજ મારો ગાંજો ચોર્યો છે. કહી રીક્ષા ચાલક રમેશ ગુણવાણીએ તેની પત્નિને સાણસીથી બે દામ ફટકારતા સારવારમાં ખસેડવીલ પડી હતી. પ્રાપ્ત વિગત અનુસાર જામનગર રોડ પર આવેલ એકતા સોસાયટીમાં વૈશાલીબેન રમેશભાઈ ગુણવારા ઉ.વ.36 ગઈ રાત્રીનાં પોતાના ઘેર હતી ત્યારે તેના પતિએ ચોરીનો આળ મુકી સાણસીથી બે-ફામ ફટકારતા શરીરે ગંભીર ઈજા પહોંચતા સારવારમાં સીવીલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.વધુમા ગંભીર રીતે ઘવાયેલ મહિલાએ જણાવ્યું હતું
કે તેનો પતિ ગાંજાનો ધંધો કરે છે અને, તે અવારનવાર રાજસ્થાન અને મધ્યપ્રદેશની માલ લાવી વેચે ચે તેમજ અગાઉ તે ગાંજા સાથે રાજસ્થાન અને જુનાગઢ પોલીસના હાથે પકડાઈ પણ ચુકયો છે,. તેને રીક્ષામાં રાખેલ ગાંજો કયાંક ગુમ થઈ જતા તેને તેમની પર ચોરી આળ મુકી માર માર્યાનો આક્ષેપ કર્યો હતો. બનાવ અંગે પોલીસે ઈજાગ્રસ્ત મહિલાનું નિવેદન નોંધી તપાસ હાથ ધરી હતી. વધુમાં મહિલાને ઈજાગ્રસ્ત હાલતમાં સારવારમાં ખસેડાઈ હતી. ત્રણ વર્ષનાં પુત્રને પણ સાથે રાખ્યો હતો.
9879405838


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.