મેંદરડાના અમરગઢ રોડ પર આવેલ વાડીમાં થોડા દિવસ પહેલા દિપડાએ એક બાળકને ફાડી ખાધેલ જેના પરિવારને પાંચ લાખ રૂપિયાનો ચેક આપી સહાય આપવામાં આવી
આ બનાવ મેંદરડા પંથકના સામાકાંઠે અમરગઢ રોડ પર આવેલ ખેતરે મજૂરી કામ કરતા મધ્યપ્રદેશના પરિવારના સાડા ત્રણ વર્ષનો પુત્ર રોહિત પ્રકાશભાઈ જામરીયા ને દીપડો ઉઠાવી ગયેલ જે અંગે આજુબાજુ વિસ્તાર ના લોકો ને જાણ થતાં એકઠાં થયેલ અને વન વિભાગ ના આર.એફ.ઓ જે.એન વાળા ને જાણ કરવામાં આવેલ બાદ મેંદરડા પી.એસ.આઇ એસ એન સોનારા ને જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા.પોલીસ તેમજ વન વિભાગનો સ્ટાફ અને લોકો દ્વારા શોધખોળ કરતાં ફાડી ખાધેલ હાલતમાં બાળક નો મૃતદેહ ધટના સ્થળથી ૨૦૦ મીટર દૂર ખેતરમાંથી મળી આવેલ હતો જેને સરકારી હોસ્પિટલે પી.એમ માટે ખસેડવામાં આવેલ હતો બાદ તંત્ર દ્વારા તમામ પ્રક્રિયા પૂર્ણ કરી પરિવારને મૃતદેહ સોપી અંતિમ વિધિ કરવામાં આવેલ હતી
ત્યારે આજે મેંદરડા વન વિભાગના આર.એફ.ઓ જે.એન.વાળા,જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુંમર તાલુકા ભાજપ પ્રમુખ વિજયભાઈ પાનસુરીયા, મેંદરડા તાલુકા પ્રમુખ દીપકભાઈ મકવાણા ગ્રામ પંચાયત સરપંચ જે.ડી ખાવડુ, મંત્રી દિલીપભાઈ સોંદરવા,પત્રકાર કમલેશ મહેતા,જીલ્લા પંચાયત પ્રમુખ નાં પી.એ મહેશભાઈ અપારનાથી, કમલેશ ભાઈ સોલંકી, પરસોત્તમભાઈ ઢેબરીયા ભુરાભાઈ મકવાણા, બિપીનભાઈ હડીયા,વાડી માલીક સહિતના આગેવાનો ની ઉપસ્થિતિમાં સ્વ.રોહિતના પિતા પ્રકાશભાઈ જામરીયા ને સહાય પેટે પાંચ લાખ રૂપિયા નો ચેક આપવામાં આવેલ હતો
આ ઘટના સંદર્ભે આર.એફ.ઓ એ જણાવેલ હતું કે ધટના બાદ પાંજરા ગોઠવી માનવભક્ષી દીપડાને પકડવા માટે અલગ અલગ પાંચ જેટલાં પાંજરાઓ મૂકી સતત ટ્રેક કરવામાં આવી રહ્યા છે આ દીપડો પાંજરાની નજીક આવી રહ્યો છે પરંતુ આ માનવભક્ષી દિપડો પાંજરા ની અંદર આવી રહ્યો નથી જે અંગે વન વિભાગની ટીમ દ્વારા સતત દીપડાને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે ત્યારે આજુબાજુના વાડી વિસ્તારમાં ખેત મજૂરો અને વાડી માલિકોને તકેદારીના ભાગરૂપે સજાગ રહી માહિતગાર કરવામાં આવેલ આ માનવ પક્ષી દીપડાને વહેલામાં વહેલી તકે ફોરેસ્ટ વિભાગ દ્વારા તમામ પ્રયાસો હાલ કરવામાં આવી રહ્યા છે અને વહેલી તકે દીપડાને પકડવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી રહી છે
રીપોર્ટીંગ-કમલેશ મહેતા મેંદરડા
9924390305
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.