વાત્રક ડેમના જમણા કાઠાંની કેનાલમાં ૯૦ ક્યુસેક પાણી છોડાયું
ઉનાળાની સિઝનમાં ખેડૂતો ઘાસચારાનું અને ઉનાળુ પાકનું વાવેતર કરતા હોય છે પરતું તળાવ, જળાશયો અને રિંગબોરમાં પાણીની સુકાઈ જવાથી ખેડૂતોને સિંચાઈ માટે મુશ્કેલી અનુભવવી પડતી હોય છે. ત્યારે માલપુર તાલુકાના વાત્રક જળાશય યોજના અંતર્ગત વાત્રક ડેમમાંથી જમણા કાઠાંની કેનાલમાં ૯૦ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. જેનાથી માલપુર અને ધનસુરા તાલુકાના ૬૫ ગામોના ખેડૂતોને વાવતેર કરેલા પાકમાં સિંચાઈનો અને વાવેતર કરવાનો લાભ મળશે, તેમજ આ પાણી સતત દસ દિવસ ચાલુ રહેશે. જેથી વિસ્તારના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. તેમજ વાત્રક ડેમ વિસ્તારના ખેડૂતો માટે જીવાદોરી સમાન સાબિત થયો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.