બરવાળા તાલુકામાં આઈ.સી.ડી.એસ ઘટક દ્રારા બીજી ઑક્ટોમ્બર ગાંધી જયંતી અને આઈ.સી.ડી.એસ વિભાગના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી - At This Time

બરવાળા તાલુકામાં આઈ.સી.ડી.એસ ઘટક દ્રારા બીજી ઑક્ટોમ્બર ગાંધી જયંતી અને આઈ.સી.ડી.એસ વિભાગના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી


સંકલીત બાળ વિકાસ યોજના કચેરી – બરવાળા દ્રારા તમામ આંગણવાડી કેન્દ્રો ખાતે બીજી ઑક્ટોમ્બર ના રોજ મહાત્મા ગાંધી જયંતિની સાથે-સાથે આઈ.સી.ડી.એસ વિભાગ ના સ્થાપના દિનની ઉજવણી હર્ષ – ઉલ્લાસ સાથે કરવામાં આવી. બરવાળા તાલુકામાં કુલ ૫૭ આંગણવાડી કેન્દ્રો કાર્યરત છે જેમાં ૦ થી ૬ વર્ષના બાળકો તેમજ સગર્ભા,ધાત્રી માતા તેમજ કિશોરીઓના વિકાસ લક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલ છે જેમાં વિવિધ લક્ષી કાર્યક્રમ થકી લાભાર્થીઓ સુધી પહોંચાડવામાં સમગ્ર આઈ.સી.ડી.એસ વિભાગ મહત્વનો ભાગ ભજવી રહ્યો છે. રાજ્ય સરકાર તરફથી આ અંગેના કાર્યક્રમોનું સૂચારું આયોજન સમગ્ર ગુજરાતમાં થઈ રહ્યું છે જેમાં પોષણ અભિયાનનું એક સ્વરૂપ આપવામાં આવ્યું છેજેમાં આંગણવાડી કેન્દ્રોમાં નોંધાયેલ લક્ષિત જૂથો સુધી પહોંચી તેઓના આરોગ્ય વિષયક બાબતો અને દૈનિક આહારમાં પોષણયુક્ત આહારનું મહત્વ રહેલું છે તે મુદ્દાઓ સાંકળી લેવામાં આવેલ છે અને વિવિધ થીમ મુજબ કાર્યક્રમોનું આયોજન ગોઠવી લોકો સુધી પહોંચાડવામાં સફળતા મેળવવામાં આવેલ છે હાલ બીજી ઑક્ટોમ્બરના રોજ બરવાળા આઈ.સી.ડી.એસ ઘટક દ્રારા તમામ આંગણવાડી કેન્દ્રોમાં સફાઈનું યોગદાન આપવામાં આવ્યું તેમાં આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો દ્રારા આંગણવાડી કેન્દ્ર અને આજુ બાજુ સફાઈ કરવામાં આવી હતી તેમજ ગામ લોકોને સાથે જોડીને ૧ કલાક સફાઈ માટે પોતાનો કિમતી સમય ફાળવવા માટે અનુરોધ કરવામાં આવેલ જેમાં વિશાળ સંખ્યામાં લોકો આ દિવસ સ્વચ્છતા દિન તરીકે ઉજવવા હર્ષ ઉલ્લાસ સાથે જોડાયેલ હતા સાથે સાથે મહાત્મા ગાંધીજીની જન્મ જયંતીની ઉજવણી અર્થે આંગણવાડી કેન્દ્રના નાના – નાના ભૂલકાઓને વેશભૂષામાં ભાગ લેવડાવવામાં આવેલ જેમાં ગાંધીજીના વેશમાં બાળકો નજર સમક્ષ જોવા મળેલ જે અંગે એક અનોખી દેશભક્તિની અનુભૂતિ થતી નજર સમક્ષ જોવા મળી આ અંગે બાળકોના વાલીઓ ખુબજ ખુશ થતાં અને પોતાના નાના ફૂલ સમાન બાળકને એક નજરે જોઈ આનંદિત થતાં અને ગાંધીજીના અમૂલ્ય યોગદાનને હમેશા જીવંત રાખવા તત્પર થયા હતા. તેમજ આઈ.સી.ડી.એસ વિભાગના સ્થાપના દિનની ઉજવણી વિવિધ રંગોલીઓ સાથેનું આઈ.સી.ડી.એસ પ્રતિક બનાવવામાં આવેલ હતું આ દરેક પ્રવુતિમાં આઈ.સી.ડી.એસ કચેરી બરવાળાના તમામ કર્મયોગી, સહયોગી બની આજના દિવસની ઉજવણી હર્ષ ઉલ્લાસ સાથે કરવામાં આવી હતી.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.