શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજના વાર્ષિક પાટોત્સવની ઉજવણી
વડતાલધામ સંચાલિત વિશ્વવિખ્યાત યાત્રાધામ સાળંગપુરમાં બિરાજમાન અને લાખો શ્રદ્વાળુઓના હૃદયના પ્રાણ એવા શ્રી કષ્ટભંજનદેવનો વાર્ષિક પાટોત્સવ સંવત 2079ની વદ 5ને તારીખ 02/11/2023ને ગુરુવારના રોજ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો આ પવિત્ર પ્રસંગ નિમિત્તે તારીખ 1/11/2023ના રોજ સવારે મારુતિયજ્ઞનો પ્રારંભ કરવામાં આવેલ તથા સાંજે ભવ્ય જળયાત્રાનું વાજતે-ગાજતે આયોજન કરવામાં આવેલ તારીખ 2/11/2023ને ગુરુવારના રોજ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજનો ષોડશોપચાર વિધિથી અભિષેક સવારે 08:00 કલાકે વડતાલ પીઠાધિપતિ 1008 આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજશ્રી એવમ ગુરુવર્યવિષ્ણુપ્રકાશદાસજી(અથાણાવાળા) તથા પૂજય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી અને બ્રહ્મનિષ્ઠ સંતો દ્વારા કરવામાં આવેલ હતો શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજના દર્શન, આરતી, અભિષેક, અન્નકૂટ, મારુતિયજ્ઞ વગેરેના દર્શનનો બહોળી સંખ્યામાં બ્રહ્મનિષ્ઠ સંતો, સાંખ્યયોગી માતાઓ અને ભક્તોએ લાભ લીધો હતો તેમજ વાર્ષિક પાટોત્સવ નિમિતે દાદાના ભક્તોએ મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કરેલ આ પ્રસંગે શ્રી સહજાનંદ સભામંડપનું ઉદ્ઘાટન વડતાલ પીઠાધિપતિ 1008 આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજશ્રી એવમ ગુરુવર્ય વિષ્ણુપ્રકાશદાસજી(અથાણાવાળા) તથા પૂજય શાસ્ત્રી સ્વામી શ્રીહરિપ્રકાશદાસજી અને બ્રહ્મનિષ્ઠ સંતો દ્વારા કરવામાં આવેલ હતું.
બોટાદ બ્યુરો ચિંતન વાગડીયા
મો/8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.