ગીર સોમનાથ જિલ્લાનાં ઞીર ઞઢડા તાલુકાનાં નિતલી ગામે પ્રાથમિક શાળામાં પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ ઉજવાયો - At This Time

ગીર સોમનાથ જિલ્લાનાં ઞીર ઞઢડા તાલુકાનાં નિતલી ગામે પ્રાથમિક શાળામાં પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ ઉજવાયો


તા:27 ગીર સોમનાથ જિલ્લાનાં ગીર ગઢડા તાલુકાનાં નિતલી ગામની પ્રાથમિક શાળામાં ધામધૂમથી બાળકો એ આઞેવાનોને કંકુ ટીલક કરી આ પ્રવેશ ઉત્સવ કાર્યક્રમની શરૂઆત કરી હતી અને આ કાર્યક્રમમાં અનેક બાળકોને નિતલી ગામની પ્રાથમિક શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો જેમાં આ કાર્યક્રમમાં નીતલી ગામનાં પ્રાથમિક શાળાનાં તમામ બાળકોની હાજરી જોવાં મળી હતી જેમાં નવાં બાળકોને પ્રવેશ આપતાની સાથે નાનાં બાળકોને દફતર નોટબુક ચોપડાઓ બોલપેન જેવી કીટ આપીને બાળકોને પ્રવેશ આપીને પ્રોત્સાહન કરવામાં આવ્યાં હતાં જેમાં આ કાર્યક્રમમાં ધોકડવાથી જિલ્લા પંચાયત માંથી ડાયાભાઈ જલોધરા નિતલી ગ્રામ પંચાયતનાં સરપંચ ગભરૂભાઈ વેકરીયા નિતલી પ્રાથમિક શાળાનાં આચાર્ય સોજીત્રા શોભનાબેન તેમજ શાળાની એસ.એમ.સી કમિટીનાં સભ્યો ગ્રામ પંચાયતનાં સભ્યો એ આ કાર્યક્રમની જહેમત ઉઠાવી હતીજેમાં ગામનાં સભ્યો આગેવાનોએ બાળકોને પ્રોત્સાહિત કરવા માટે દાતાશ્રી શિવલાલ ગોવિંદભાઈ સિધપરા અબ્દુલભાઈ આલસીભાઇ મીનાપરા જેવા લોકોએ આ સ્કૂલનાં બાળકોને દાન આપીને પ્રોત્સાહન કર્યા હતાં

ત્યારબાદ આ કાર્યક્રમમાં બાળકોને સરકારી સ્કૂલમાં મફત શિક્ષણ મળી રહે અને સામાન્ય પરીવારનાં બાળકો પણ સારું શિક્ષણ મળી રહે તે હેતુથી આવાં રાજય સરકાર દ્વારા શાળામાં પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવે છે અને ખાનઞી સ્કુલોમાં મોંઘી દાટ ફી નાં ભરે અને સરકારી શાળામાં બાળકોને મફત શિક્ષણ મફત પાઠ્યપુસ્તકો ઞણેવેશ શિષ્યવૃત્તિ સરળતાથી મળી રહે એવાં હેતુઓથી આવાં છેવાડાનાં ગામડાઓ સુધી મફત શિક્ષણનું માર્ગદર્શન મળી રહે અને સરકારી સ્કૂલોમાં વાલીઓ બાળકોનું એડમિશન કરાવે એવું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમ પૂર્ણ થતાંની સાથે વૃક્ષારોપણનું આયોજન પણ કરેલ હતું જેમાં ગ્રામ પંચાયતના સરપંચ અને જિલ્લામાંથી આવેલાં ડાયાભાઇ જલોધરાનાં હસ્તે વૃક્ષારોપણ કરાવામાં આવ્યું હતું

પ્રેસ રિપોર્ટર ડિ.કે.વાળા ઞીર ઞઢડા ઞીર સોમનાથ
8780138711


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.