તલોદ,પ્રાંતિજમાં ચુનાવ પાઠશાળા યોજાઈ, મતદાર જાગૃત્તિ કાર્યક્રમ યોજાયો - At This Time

તલોદ,પ્રાંતિજમાં ચુનાવ પાઠશાળા યોજાઈ, મતદાર જાગૃત્તિ કાર્યક્રમ યોજાયો


લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત સાબરકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરના માર્ગદર્શન હેઠળ તથા સ્વીપ નોડલ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીના આયોજન મુજબ તાજેતરમાં તલોદ અને પ્રાંતિજ તાલુકામાં ચુનાવ પાઠશાળા મતદાર જાગૃત્તિ કાર્યક્રમ યોજાયો હતો. પ્રાંતિજ વિધાનસભા મતવિભાગમાં સમાવિષ્ટ પ્રાંતિજ તાલુકામાં ગત વિધાનસભા ચૂંટણીમાં જે મતદાન મથકોમાં પુરુષો કરતાં મહિલાઓનું મતદાન ૧૦ ટકાથી ઓછું છે તેવા તમામ મતદાન મથકો ખાતે બીએલઓ સુપરવાઈઝર અને બીએલઓ દ્વારા ચુનાવ પાઠશાળાનું આયોજન કરાયું હતુ. આ મીટીંગમાં ગત વિધાનસભાની ચૂંટણીમાં થયેલ મતદાનની ટકાવારીની ચર્ચા સાથે મહિલાઓના ઓછા મતદાન અંગેના કારણોની ચર્ચા કરવામાં આવી હતી. તેમજ ગામના વડીલો, મહિલાઓ અને યુવા મતદારોને ચૂંટણીમાં ઉત્સાહભેર મતદાન કરવા માટે તેમજ પોતાના પરિવાર સાથે ૧૦૦ ટકા મતદાન કરી લોકશાહીના આ પર્વને ઉજવવા માટે આહ્વાન કર્યું હતુ. સૌ મતદારોએ રાષ્ટ્રના વિકાસમાં સહભાગી બનવા માટે શપથ લીધા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.