રણમાં મીઠુ પકવતાં અગરિયાઓ માટે પાણીના ચાર ટેન્કરો ચાલુ કરાતાં ખુશીની લહેર જોવા મળી.
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
રણકાંઠાના અંદાજે 2000 જેટલા ગરીબ અને પછાત અગરિયા પરિવારો દર વર્ષે ઓકટોબરથી માર્ચ મહિના દરમિયાન પોતાના પરિવારજનો સાથે મીઠું પકવવા રણમાં પડાવ નાંખે છે ત્યારે ચાલુ વર્ષે નવેમ્બર માસની શરૂઆતમાં મીઠું પકવવાની સીઝન શરૂ થવા છતાં પાણી પુરવઠા વિભાગ દ્વારા રણમાં પાણીના ટેન્કરો ચાલુ ના કરાતા મીઠું પકવતા અગરિયા પરિવારોને રણમાં ગાત્રો થીજાવતી કડકડતી ઠંડીમાં પીવાના પાણીની એક એક બુંદ માટે દૂર દૂર સુધી રઝળપાટ કરવો પડતો હતો આ અંગે અગરિયા હિત રક્ષક મંચ અને ધારાસભ્ય પી.કે.પરમાર દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કે. સી. સંપટને આ અંગે રજૂઆત કરાઇ હતી આથી પાણી પુરવઠા વિભાગે જિલ્લામાંથી મંજૂરી લઇ રણમાં મીઠું પકવતા અગરિયાઓ માટે એક સાથે પાણીના ચાર ટેન્કર શરૂ કરાતા ગરીબ અને પછાત અગરિયા પરિવારોના ચહેરા પર ખુશીની લહેર દોડી જવા પામી હતી હાલમાં અંદાજે 2000 અગરિયા પરિવારો ગાત્રો થીજાવતી કડકડતી ઠંડીમાં રાત દિવસ 24 કલાક પાણીમાં રહીને કાળી મજૂરી દ્વારા સફેદ મીઠું પકવવાનું આકરૂં કામ કરી રહ્યાં છે ત્યારેરણમાં મીઠું પકવવાની સીઝન શરૂ થઇ અને દિવાળી પછી નવા વર્ષથી રણમાં પાણીના ટેન્કર શરૂ કરાતા મીઠું પકવતા અગરિયાઓમાં ખુશીની લહેર દોડી જવા પામી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.