ઓસ્ટ્રેલિયામાં ગુજરાતી પરિવારોએ ભાજપનો વિજયોત્સવ મનાવ્યો,દેશભક્તિના ગીતોસાથે વિજયને વધાવી લીધો
(આબીદઅલી ભુરા સાબરકાંઠા)
ભારત દેશમાં આજે NDA ની બેઠક યોજાઈ છે જેમાં ભાજપને 240 બેઠકો આવી છે જેને લઈને સતત ત્રીજી વાર દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી શપથ લેશે ત્યારે ગુજરાતમાં 26 માંથી 25 બેઠકો અવી છે જેને લઈને વિદેશમાં વસવાટ કરતા ગુજરાતીઓએ ભાજપની જીતને વધાવી વિજયોત્સવ મનાવ્યો હતો.
આ અંગે ગુજરાતના સાબરકાંઠાના ઓસ્ટ્રેલીયાના સિડનીમાં રહેતા દીપક પટેલ,મનોજ નંદા અને પૂનમ ગોર સહિતના ગુજરાતી પરિવારો ધ્વારા સિડનીમાં ડાયસ્પોરામાં દેશમાં અને ગુજરાતમાં ભાજપની જીતને લઈને વિજયોત્સવ મનાવ્યો હતો જેમાં 70 થી વધુ ગુજરાતી સમાજના પરિવારો અને ભાજપ સમર્થિત પરિવારો આ વિજયોત્સવમાં જોડાયા હતા.
ગઈ કાલે સવાર થી મત ગણતરી શરુ થયા બાદ સાંજ સુધીમાં પરિણામ આવ્યું હતું .જેમાં ભાજપનો વિજય થતા ઓસ્ટ્રેલીયાના સિડનીમાં ડ્યુરલ 632 ઓલ્ડ નોરથેન રોડ ધ મેડીસન ફંક્શન સેન્ટર ખાતે ભાજપના વિજયોત્સવની ઉજવણી ગુજરાતીઓ ધ્વારા કરવામાં આવી હતી.ગુજરાતી ડ્રેસમાં ગુજરાતીઓ પરિવાર સાથે વિજયોત્સવની ઉજવણીમાં જોડાયા હતા.આ વિજયોત્સવમાં દીપક પટેલે બીજેપીને જીત બદલ અભિનંદન આપતા પ્રેરણાદાયી ભાષણ આપ્યું હતું.સાથે ભારતના વિકાસ અને વૈશ્વિક સ્થિતિ માટે વિજયના મહત્વ પર ભાર મૂક્યો હતો.અને સિડની સમુદાયનો તેમના અતૂટ સમર્થન અને સક્રિય ભાગીદારી બદલ આભાર માન્યો હતો.આ ઉજવણીમાં ભાજપના સમર્થકો અને ભારતીય સમુદાયના સભ્યોની મોટી ભીડ ઉમટી પડી હતી.જેમાં સ્થાનિક બિઝનેસ લીડર્સ, સાંસ્કૃતિક વ્યક્તિઓ અને યુવા વ્યાવસાયિકોનો હાજર રહ્યા હતા.વિજયોત્સવમાં પરંપરાગત ભારતીય સંગીત અને નૃત્ય પ્રદર્શન,દેશભક્તિ ગીતો સાથે ઉજવણી કરવામાં આવી હતી.જીતના પ્રસંગમાં ખાસ ગુજરાતીઓએ વિવિધ પ્રકારના ભારતીય નાસ્તા અને મીઠાઈઓ આનંદ માણ્યો હતો.સાથે ગુજરાતના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પણ વિજયોત્સવને લઈને શુભેચ્છાઓ આપી હતી.તો ગુજરાત ભાજપના પ્રવકતા ઋષિકેશ પટેલે વિજયોત્સવને સંબોધન કર્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.