હિંમતનગર શહેરમા બગીચા વિસ્તારમા વહેલી સવારમા તેલના વેપારી ને માર મારી ઇજા કરી લુંટ કરેલ જે લુંટના ગુન્હાનો આરોપી રાજસ્થાન થી ઝડપી પાડતી હિંમતનગર બી ડીવીઝન પોલીસ હિંમતનગર શહેરમાં - At This Time

હિંમતનગર શહેરમા બગીચા વિસ્તારમા વહેલી સવારમા તેલના વેપારી ને માર મારી ઇજા કરી લુંટ કરેલ જે લુંટના ગુન્હાનો આરોપી રાજસ્થાન થી ઝડપી પાડતી હિંમતનગર બી ડીવીઝન પોલીસ હિંમતનગર શહેરમાં


હિંમતનગર શહેરમા બગીચા વિસ્તારમા વહેલી સવારમા તેલના વેપારી ને માર મારી ઇજા કરી લુંટ કરેલ જે લુંટના ગુન્હાનો આરોપી રાજસ્થાન થી ઝડપી પાડતી હિંમતનગર બી ડીવીઝન પોલીસ
હિંમતનગર શહેરમાં ગઇ તા.૨૦/૦૫/૨૦૨૪ના રોજ વહેલી સવારના તેલના વેપારી એક્ટીવા પર જતા હોય જેને રોકીને તેની પાસેથી રોકડા.રૂ.૬,૧૫,૨૪૦/- ની લુંટ કરી ત્રણ ઇસમો નાસી ગયેલો હોય જે સંબધે નાયબ પોલીસ મહાનીરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલ સાહેબ સાબરકાંઠા હિંમતનગર દ્રારા સાબરકાંઠા જીલ્લામા મિલ્કત સંબધી ચોરી/લુંટના અનડીટેક્ટ ગુન્હા શોધી ચોર ઇસમોને પકડવા સારૂ સુચના આપેલ હોય જે સંદર્ભે હિંમતનગર વિભાગીય પોલીસ અધિકારી શ્રી એ કે પટેલ સાહેબ ના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સપેક્ટર આર ટી ઉદાવત તથા પોલીસ સબ ઇન્સ. કે. યુ. ચૌધરી, તથા સર્વેલન્સ સ્કોર્ડના માણસો આ દિશામા વોચ તપાસમા રહિ કાર્યરત રહેલ
જે સંબધે હિંમતનગર બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે એ પાર્ટ નંબર- ૧૧૨૦૯૦૫૬૨૪૦૫૫૩/૨૦૨૪ ઇ પી કો કલમ -૩૪૧.૩૯૪.૩૯૭.૧૨૦બી,૩૪ તથા જીપીએક્ટ કલમ- ૧૩૫ મુજબ ના કામે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર. ટી. ઉદાવત સાહેબ,ના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ. કે. યુ. ચૌધરી, તથા પોલીસ સ્ટાફના કર્મચારીઓની ટીમ બનાવી લુંટના ગુનાને અંજામ આપનાર આરોપીઓ કરણ શાન્તીલાલ ડામોર રહે. લાકોડા, બાયડી પાસે તા.ખેરવાડા જીલ્લો ઉદેપુર રાજસ્થાન તથા જીતુ સાકળચંદ ખરાડી રહે કાકરા ડુંગરા તા ખેરવાડા જીલ્લો ઉદેપુર રાજસ્થાન તથા અને નીવાસ બંસીલાલ અહારી રહે જાયરા ટેબરન ફળીયુ તા. ખેરવાડા જીલ્લો ઉદેપુર રાજસ્થાન, નામવાળા ઇસમો રાજસ્થાનના હોય જેઓ લૂંટ કરી રોકડા રૂપીયા લઇ નાસી ગયેલ હોય જેઓને પકડવા સારૂ તા.૧૪/૦૬/૨૦૨૪ ના રોજ અત્રેના હિંમતનગર બી ડીવીઝન પોલીસ સટેશન ખાતેથી રાજસ્થાન ખાતે ટીમ રવાના કરેલ અને રાજસ્થાન ખાતે ઉપરોક્ત આરોપીઓ પૈકી નિવાસ બંસીલાલ અહારી રહે જાયરા ટેબરન ફળીયુ તા ખેરવાડા જીલ્લો ઉદેપુર (રાજસ્થાન) વાળાને પકડવામાં સફળતા મળેલ છે. અને લૂંટમાં ગયેલ રોકડ રકમ રીકવર કરવા તથા સહ આરોપીઓને ઝડપી પાડવાની કાર્યવાહી ચાલુ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.