વાગરા જીઆઇડીસીમાં પણ ઉદ્યોગકારો બન્યા બેફામ. સ્કાય ઇન્ટરમિડીયેટ માંથી મોટા પ્રમાણમાં કેમિકલ યુક્ત પાણીનો પ્રવાહ તળાવરૂપી ભરી જાહેરમાં નિકાલથી જમીન અને પશુઓને નુકસાન
વાગરા જીઆઇડીસીમાં પણ ઉદ્યોગકારો બન્યા બેફામ.
સ્કાય ઇન્ટરમિડીયેટ માંથી મોટા પ્રમાણમાં કેમિકલ યુક્ત પાણીનો પ્રવાહ તળાવરૂપી ભરી જાહેરમાં નિકાલથી જમીન અને પશુઓને નુકસાન
કેમિકલ યુક્ત પાણી પશુઓ પણ પીતા હોય અને ચામડીના રોગ પણ પશુઓને થતા હોવાની બૂમો વચ્ચે ઉદ્યોગપતિઓનું પાપ છાપરે ચઢીને પુકાર્યું
ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડ પોતાની એસી કેબીન નથી છોડવા તૈયાર.. ગ્રામજનોએ લીધો મીડિયાનો સહારો..
જાહેરમાં કેમિકલ પ્રદૂષણ ઓકતા ઉદ્યોગોનું પાપ ઉપર તંત્રની ક્યારેય લગામ...
એક રાજ્યમાં જેટલા ઉદ્યોગ સ્થાપાયેલા હોય તેટલા ઉદ્યોગ માત્ર ભરૂચ જિલ્લામાં સ્થપાયેલા છે પરંતુ આ ઉદ્યોગમાંથી નીકળતું પ્રદૂષણ જાહેરમાં જ ઠલવાતું હોય છે જેના કારણે પર્યાવરણને નુકસાન થવા સાથે પશુપાલકોના જીવનું જોખમ અને ખેતીને પણ તથા જમીનને મોટું નુકસાન થતું હોવાના ચોકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે ત્યારે ઉદ્યોગપતિઓ પણ સબ ભૂમિ ગોપાલ કી માનીને જાહેરમાં જ પ્રદૂષણ ઓકતા હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે
ભરૂચ જિલ્લાના વાગરા સાયખા જીઆઇડીસીમાં સ્કાય ઇન્ટરમિડીયેટ કંપની આવેલી છે અને વિવિધ પ્રોડક્ટ ઉત્પાદન કરવાનું કંપનીમાં ચાલે છે પરંતુ કંપનીમાંથી મોટા પ્રમાણમાં કેમિકલ યુક્ત પ્રદૂષણ પાણી જાહેરમાં જ ઠાલવવામાં આવતું હોય અને તેની બાજુમાં જ મોટું તળાવ કેમિકલ યુક્ત પ્રદૂષિત પાણીથી ભરી જાહેરમાં જ કાંસ મારફતે ધીરે ધીરે છોડવામાં આવતો હોવાના અહેવાલો વચ્ચે કેમિકલ યુક્ત પાણીના કારણે જમીનને નુકસાન થવા સાથે રખડતા પશુઓ અને પશુપાલકોના પશુઓને પણ મોટું નુકસાન થતું હોવાના ચોકાવનારા અહેવાલો સાથે દ્રશ્યો જોવા મળ્યા છે સ્થાનિક ખેડૂતો અને પશુપાલકોએ પણ ગંભીર રાખશે કર્યા છે ખેડૂતોની ખેતી નષ્ટ થઈ રહી છે અને પશુપાલકોના પશુઓ મોતને ભેટી રહ્યા હોય તેવા આક્ષેપ સાથે આક્રોશ વ્યક્ત કર્યો હતો
કંપનીની બાજુમાં જ મોટા પ્રમાણમાં કેમિકલ યુક્ત પાણીનો પ્રવાહ ઠલવાયેલો એટલે કે તળાવ જેવો માહોલ જોવા મળ્યો છે સાથે જ જે કેમિકલ યુગ પાણી છે તેની માટી પણ અત્યંત કાળી ભમ્મર અને લાલાશ પડતી જોવા મળે છે જેના કારણે ભયંકર પ્રદૂષણ હોવાના કારણે પણ પશુપાલકો પોતાના પશુઓને પણ કઈ જગ્યાએ ઘાસચારો કરવા માટે મોકલે તેવા સવાલો ઉભા થયા છે તંત્ર પણ આ વાતથી અજાણ નથી પરંતુ ઉદ્યોગપતિઓનું પાપ ખુલ્લું પાડવા માટે સ્થાનિકોએ હવે મીડિયાનો સહારો લેવાની નોબત આવી ગઈ છે ઘણા પશુપાલકોના પશુઓને ચામડીના રોગો પણ થયા હોવાની બૂમો પણ ઉઠી છે આટલું ભયંકર કેમિકલ છોડવા છતાં જીપીસીબી ગાંધીજીના તીન બંદરની ભૂમિકામાં હોય તેવા આક્ષેપો પણ થયા છે
વાગરા જીઆઇડીસીમાં તો રોડ ટચ આવેલી કંપની બિન્દાસ કંપનીની બાજુમાં ખુલ્લી જગ્યામાં માટીનો પાળો બનાવી કેમિકલ યુક્ત પાણીનું તળાવ ભરી ધીરે ધીરે કાંસ મારફતે નિકાલ કરી રહ્યા હોવાના દ્રશ્યો પણ જોવા મળ્યા છે સાથે આ વિસ્તારમાં પશુઓ પણ જઈ શકતા નથી પરંતુ જે જગ્યાએ કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે ત્યાં ઘણી વખત પશુઓ ઘાસ ચરી રહ્યા હોય અને જો આવા કેમિકલ યુક્ત પાણીમાં પશુઓ જાય તો તેમને ભયંકર બીમારી સાથે નુકસાન પર થઈ શકે તેવો ભય ઊભો થયો હોવાના ચોકાવનારા વિડીયો પણ સામે આવ્યા છે સબ ભૂમિ ગોપાલ કી સમજીને બેઠેલા ઉદ્યોગપતિઓની ઠેકાણે લાવવા માટે જીપીસીબીના અધિકારીઓએ પોતાની એસી ની કેબિન છોડીને સ્થાળ નિરીક્ષણ કરવું જરૂરી બની ગયું છે
જીપીસીબીના અધિકારીઓ અહેવાલ પછી પણ સ્થળ નિરીક્ષણ કરવાનું મુહૂર્ત શોધે તે જરૂરી...?
ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડના અધિકારીઓ હવે દિવાળી બાદ આળસ ખંખેરીને કામગીરી કરવાની જરૂર છે કારણ કે ભરૂચ જિલ્લામાં ઉદ્યોગો હવે બેફામ બન્યા છે વાગરાના સાયખા જીઆઇડીસીમાં એક ઉદ્યોગપતિએ તો કંપની નજીક જ કેમિકલ યુક્ત પાણીનો મોટું તળાવ બનાવી દીધું હોય અને પાણીને જાહેરમાં કાંસ મારફતે ધીરે ધીરે નિકાલ કરવાનું કૃત્ય કરી પર્યાવરણ તથા જમીનને અને પશુઓને નુકસાન કરવાનું નીચ કક્ષાનું કૃત્ય કર્યું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે ત્યારે હવે જીપીસીબીના અધિકારીઓ દિવાળી પૂર્ણ થઈ હોય તો આળસ ખંખેરીને કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી ગઈ છે
સાયખા કોઠીયા સડથલા ખોજબલ ભુખીખાડી થઈ નર્મદા નદી જાય છે
ભરૂચ જિલ્લાના વાગરા સાયખા જીઆઇડીસીમાં કંપની દ્વારા કેમિકલ યુક્ત પ્રવાહ સીધો છોડવામાં આવે છે જેના કારણે સંપૂર્ણ કેમિકલ પાણી જાહેરમાં છોડી દેવામાં આવે છે જે સાયખા કોઠીયા સડથલા ખોજબલ ભુખીખાડી થઈ નર્મદા નદી માં જોતું હોય જેના કારણે પર્યાવરણને પણ નુકસાન થતું હોય અને નદી પણ પ્રદૂષિત થતી હોય તેવા આક્ષેપ સ્થાનિક રહીશ રાજેશ રાઠોડએ કર્યા હતા
કેમિકલ પાણીના કારણે મારી 2 ભેંસો મૃત્યુ પામી ઘણા પશુપાલકોએ પોતાના પશુઓ ગુમાવ્યા છે
કેમિકલ યુક્ત પાણી છોડવા સાથે જમીનને તો નુકસાન થાય છે પરંતુ પશુપાલકોના પશુઓ પણ જો પાણી આરોગે તો મૃત્યુ પામે છે અને મારી પોતાની બે ભેંસો આ પાણી પીને મોતને ભેટી છે અને આવા તો ઘણા પશુપાલકોના પશુઓ આવા કેમિકલ યુક્ત પાણી પીવાના કારણે મોતને ભેટ્યા છે પરંતુ ઉદ્યોગપતિઓ સામે જીપીસીબી કાર્યવાહી કરવામાં સદંતર નિષ્ફળ રહી હોવાના આક્ષેપ પશુપાલક ભરત ભરવાડે કર્યા હતા
રિપોર્ટર સૈયદ શેર અલી
9978498188
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.