પોરબંદર પોલીસ તથા સ્વસ્તિક ગ્રુપ પોરબંદરના સંયુકત ઉપક્રમે માધવાણી કોલેજ ખાતે ટ્રાફિક અવેરનેસ સેમીનાર યોજાયો
માર્ગ સલામતી માસ-૨૦૨૪ ની ઉજવણીના કાર્યક્રમમાં ''ગુડ સમરીટન યોજના'' વિશે માહિતી આપવામાં આવેલ.
ગોસા(ઘેડ) પોરબંદર તા.૦૫/૦૨/૨૦૨૪
પોરબંદર પોલીસ અધિક્ષક શ્રી ભગીરથસિંહ જાડેજા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી ઋતુ રાબા સાહેબનાં માર્ગદર્શન હેઠળ માર્ગ સલામતી માસ-૨૦૨૪ ની ઉજવણી ચાલી રહી છે ત્યારે પોરબંદર પોલીસ તથા સ્વસ્તિક ગ્રુપ પોરબંદરના સંયુકત ઉપક્રમે લોક જાગૃતિ અર્થે આજનો ટ્રાફિક અવેરનેસ સેમીનાર માધવાણી કોલેજ પોરબંદર ખાતે યોજવામાં આવેલ હતો.
સેમીનારમાં ટ્રાફિક પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.બી.ચૌહાણ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.એન.અઘેરા દ્વારા ટ્રાફિકના નિયમોની જાણકારીની શા માટે જરૂર છે તે અંગે સમજાવેલ અને સૌથી વધુ માનવ જીવન કિંમતી છે અને ટ્રાફિકનાં નિયમોમાં થતાં ફેરફાર અને દંડ તથા અકસ્માત વીમામાં મળતા લાભો વિશે તથા સરકારશ્રીની ''ગુડ સમરીટન યોજના'' વિશે માહિતી આપવામાં આવેલ હતી વિશેષમાં જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ ભારતનું ભાવિ છે,એટલે વાહન ચલાવો ત્યારે સમય મેનેજમેન્ટ કરીને વાહન ચલાવો એ આપના તેમજ આપના પરિવાર માટે ખૂબ ઉપયોગી થશે ત્યારબાદ
ટ્રાફિક જાગૃતિ માટેની પત્રિકાઓનુ વિતરણ કરવામાં આવેલ હતું.
આ કાર્યક્રમમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.બી.ચૌહાણ ,પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.એન.અઘેરા તથા એએસઆઈ દેવરાજભાઈ વાઢિયા તથા કાનાભાઈ જોગલ તથા પો હેડ કોન્સ.અજયસિંહ જાડેજા તથા માધવાણી કોલેજના વાઈસ પ્રિન્સિપાલ અશ્વિનભાઈ સવજાણી,અશોકભાઈ તિવારી,મનોજ પંડ્યા તથા સ્વસ્તિક ગ્રુપ પોરબંદરના મેમ્બર્સ શ્રી હરદત્તપુરી ગોસ્વામી તથા વિનેશભાઈ ગોસ્વામી તેમજ વિદ્યાર્થી ગણ ઉપસ્થિત રહેલ હતા.
રિપોર્ટર :-વિરમભાઈ કે આગઠ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.