તાલુકા હેલ્થ સેન્ટર બાલાસિનોર ના સહયોગથી બાલાસિનોર S. T ડેપો ખાતે આરોગ્ય ચકાસણી કેમ્પ યોજાયો. - At This Time

તાલુકા હેલ્થ સેન્ટર બાલાસિનોર ના સહયોગથી બાલાસિનોર S. T ડેપો ખાતે આરોગ્ય ચકાસણી કેમ્પ યોજાયો.


સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજરોજ તારીખ 04/04/2024 ના રોજ તાલુકા હેલ્થ સેન્ટર બાલાસિનોર ના સહયોગથી બાલાસિનોર ડેપો ખાતે બાલાસિનોર ડેપોના તમામ કર્મચારીઓની હેલ્થ ચેકઅપ માટે હેલ્થ ચેકઅપ કેમ્પ / આરોગ્ય ચકાસણી કેમ્પ બાલાસિનોર ડેપો ખાતે હાથ ધરવામાં આવ્યો. જેમાં મેડિકલ ઓફિસર શ્રી ડોક્ટર અનિલ. જે. પ્રજાપતિ તથા ડોક્ટર વૈભવી. મકવાણા તથા ડૉક્ટર તૃપ્તિ.વણકર અને તેમના સ્ટાફ મેમ્બર્સ ,મ.પ. હે.વ.-બી.ડી. વણકર C. H.O. ઉપેન્દ્ર ચૌહાણ તેમજ L.T વિભાગના વિપુલા.એ.રબારી પ્રિયંકા આર. વલવી. ઉપસ્થિત રહેલા હતા.
આ હેલ્થ ચેકઅપ કેમ્પમાં ડેપોના કર્મચારીઓની બી. પી, ડાયાબિટીસ, એચ. બી, આંખોની તપાસ તથા જનરલ તપાસ કરવામાં આવી.આ હેલ્થ ચેકઅપ કેમ્પમાં ડેપોના વડા શ્રી કૌશિકભાઈ પટેલ સુપરવાઈઝર સ્ટાફ તેમજ ત્રણે યુનિયનના 96/3 ના હોદ્દેદારોશ્રી ત્રણે યુનિયન ના પ્રતિનિધિ શ્રીઓ હાજર રહેલ છે.અને સાથ સહકાર આપી દરેકે પોતાનું હેલ્થ ચેકઅપ કરાવેલ હતું.


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.