બોટાદ શહેરના ખાનગી હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાં નોકરી કરતા 40 વર્ષે યુવાનને હાર્ટ એટેક આવતા મોત - At This Time

બોટાદ શહેરના ખાનગી હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાં નોકરી કરતા 40 વર્ષે યુવાનને હાર્ટ એટેક આવતા મોત


શહેરની ખાનગી હોસ્પિટલમાં આવતા મેડિકલ સ્ટોરમાં નોકરી કરતા એક 40 વર્ષે યુવાનને ગઈકાલે મોડી રાત્રિના તેના ઘરે છાતીમાં દુખાવો થયો હતો જેથી તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડેલ પરંતુ સારવાર દરમિયાન યુવાનનું મોત થતા પરિવારમાં શોખ ફેલાયો આ અંગે વધારે જાણવા મળતી વિગત અનુસાર બોટાદ શહેરમાં રેલ્વે સ્ટેશન પાછળના વિસ્તારમાં રહેતા નરેશભાઈ ચમનભાઈ વાલોદરા ઉમર 40 જેવો શહેરની ખાનગી હોસ્પિટલમાં આવેલા મેડિકલ સ્ટોર માં નોકરી કરતા હતા જેવો ગઈકાલે મોડી રાત્રે તેઓના ઘરે હતા તે સમયે છાતીમાં અશક્ય દુખાવો શરૂ થતા તેમના પરિવાર દ્વારા યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા હતા આ સારવાર દરમિયાન હાર્ડ એટેકના કારણે મૃત્યુ થયું હતું નાની ઉંમરમાં હાર્ટ એટેક મૃત્યુના બનાવો દિનપ્રતિદિન ચિંતાજનક બની રહ્યા છે ત્યારે બોટાદ ખાતે વધુ એકનુ હાર્ટ એટેકથી મૃત્યુ થવાની ઘટનાની ચિંતા સાથે શોકની લાગણી ફેલાવવા પામી છે

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.