સભા-સરઘસ-રેલી માટે પ્રસિદ્ધ કરાયું જાહેરનામું - At This Time

સભા-સરઘસ-રેલી માટે પ્રસિદ્ધ કરાયું જાહેરનામું


સભા-સરઘસ-રેલી માટે પ્રસિદ્ધ કરાયું જાહેરનામું

બોટાદ જિલ્લામાં જાહેર સુલેહ શાંતિ જળવાઈ રહે તે હેતુસર સભા-સરઘસ-રેલી વગર પરવાનગીએ કાઢવા પર બોટાદ જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ મુકેશ પરમારે તેમને મળેલી સત્તાની રૂએ બોટાદ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા. ૦૪/૧૧/૨૦૨૩નાં રોજથી તા.૧૮/૧૧/૨૦૨૩( બંને દિવસો સહિત) સુધીની મુદત માટે કોઇપણ સભા/સરઘસ/રેલી માટે મનાઇ હુકમ ફરમાવ્યો છે. સંબંધિત તાલુકા એક્ઝીક્યુટીવ મેજિસ્ટ્રેટશ્રી/સક્ષમ અધિકારીશ્રીની કાયદેસર પરવાનગી મેળવેલ લોકોને ઉક્ત હુકમ લાગુ પડશે નહી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.