જસદણ શહેરમાં મિત્રના નાના ભાઈને પૈસાની જરૂરિયાત હોય ત્યારે આપેલ અને પૈસાની પરત માંગણી કરતા ફરિયાદી દ્વારા જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરેલ અને સાચી હકિકતોને ધ્યાને લઈ તહોમતદારોના જામીન મંજૂર કરતી કોર્ટ
ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લાના જસદણ શહેરના મિલનભાઈએ અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના કર્ણુકી ગામના રઘુભાઈ ખાચર વિરુદ્ધ જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ હતી. જેમાં ફરિયાદીએ પોતાની ફરિયાદમાં જ જણાવેલ છે કે વર્ષ ૨૦૨૩ માં નાફેડમાં સેલિંગમાં કમિશન તરીકે કામ કરતો હતો અને સેલિંગ માટે ચાર ગાડીઓ ભાડે લીધેલ જેથી પૈસા ચૂકવવાના હોય જેથી મૂળ ફરિયાદી મિલનભાઈએ તેના કૌટુંબિક મોટાભાઈ અક્ષયને પૈસાની મદદ માટે વાત કરેલ ત્યારે તેના કૌટુંબિક મોટાભાઈએ તેના મિત્ર એવા રઘુભાઈ ખાચરને પોતાના કૌટુંબિક નાનાભાઈ મિલનભાઈ કે જે જસદણ શહેરમાં રહે છે. અને તેને ગાડીઓ લીધેલ છે માટે મારા માન ખાતર તેના થોડા સમય માટે પૈસાની મદદ કરો આમ રઘુભાઈ ખાચરે અંગત મિત્રના કહેવાથી તેના કૌટુંબિક નાનાભાઈ મિલનભાઈને પૈસાની મદદ કરેલ અને ત્યારબાદ સમય વીતી જતા તેના મિત્ર અને મૂળ ફરિયાદીના કૌટુંબિક મોટાભાઈ દ્વારા ફરિયાદી મિલનભાઈને આપેલ પૈસાની પરત માગણી કરાવેલ ત્યારે મૂળ ફરિયાદી મિલનભાઈએ પૈસા પરત ન આપવાના ઇરાદેથી જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરેલ. આમ જસદણ પોલીસ અધિકારીઓ દ્વારા આ ફરિયાદના અનુસંધાને કડક પગલાં લઈ તટસ્થ અને સચોટ માહિતી એકઠી કરી સાધનીક કાગળો સાથે તહોમતદારોને જસદણ નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરેલ. આમ તહોમતદાર રઘુભાઈ ખાચરના એડવોકેટ તરીકે રાજકોટ જિલ્લાના જસદણ શહેરનાં યુવા એડવોકેટ પ્રકાશ પ્રજાપતી રોકાયેલા હતા. આમ એડવોકેટ પ્રકાશ પ્રજાપતી દ્વારા નામદાર કોર્ટ સમક્ષ જામીન અરજી સાથે ફરિયાદ અનુસંધાને સાચી અને સત્ય હકીકત નામદાર કોર્ટ સમક્ષ આધાર પુરાવા સાથે દલીલો કરેલ. આમ નામદાર કોર્ટે દલીલો અને આધાર પુરાવાને ધ્યાને લઈ તહોમતદાર રઘુભાઈ ખાચરના જામીન મંજૂર કરેલ અને જામીન ઉપર મુક્ત કરવાનો હુકમ કરવામાં આવેલ. આમ તહોમતદાર રઘુભાઈ ખાચરના એડવોકેટ તરીકે પ્રકાશ પ્રજાપતી તેમજ એસોસીએટ ટીમના નરેન્દ્રસિંહ જાડેજા, શિવરાજસિંહ કરપડા, હેમેન્દ્રસિંહ વેગડ, કાર્તિકભાઈ હુદડ, મોહમ્મદ હનીફ કટારિયા અને એન.આર.વ્યાસ. રોકાયેલા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.