દાંતા ખાતે સર ભવાનીસિંહ વિદ્યાલયમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી. - At This Time

દાંતા ખાતે સર ભવાનીસિંહ વિદ્યાલયમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી.


દાંતા ખાતે સર ભવાનીસિંહ વિદ્યાલયમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી.

આપણા દેશના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ એવા ડૉ સર્વપલી રાધાકૃષ્ણ નો જન્મ 5 સપ્ટેમ્બર 1888 માં તામિલનાડુ ના મદ્રાસ માં થયો હતો. તેમની કાર્યસિદ્ધિ ઓ ની યાદમાં સમગ્ર દેશમાં 5 મી સપ્ટેમ્બર શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે. દરેક શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઈ બહેનો એક દિવસ માટે વિદ્યાર્થી મટી શિક્ષક તરીકે ફરજ બજાવે છે અને પોતાની જાતને ગૌરવશાળી ગણાવે છે કે હું એક દિવસ શિક્ષક બન્યો હતો. સર ભવાનીસિંહ વિદ્યાલય દાંતા ખાતે પણ ધોરણ 9 થી 12 માં કુલ 60 જેટલા વિદ્યાર્થી ભાઈ બહેનોએ શિક્ષક દિનમાં ભાગ લીધો હતો. જેમાં સેનમા નીતેશકુમાર શાળાના આચાર્ય બન્યા હતા અને પરમાર જીનલ lબેન સુપરવાઈઝર બન્યા હતા. બંનેએ સ્ટાફની હાજરીમાં કેટલાક તાસનું નિરીક્ષણ પણ કર્યું હતું. અને બાળકોને સાચું માર્ગદર્શન પણ આપ્યું હતું. બંને એ ખૂબ જ સુંદર ફરજ બજાવી હતી.શિક્ષકોનો પ્રયત્ન પણ ખૂબ જ સુંદર રહ્યો હતો. વ્યાયામશિક્ષક તરીકે મોદી દેવાંગએ ફરજ બજાવી હતી. 5 વિદ્યાર્થીઓએ સેવક તરીકે ખુબ જ સુંદર કામગીરી કરી હતી. શિક્ષક દિનની ઉજવણીનું સમગ્ર આયોજન ખુશાલભાઈ પરમાર, રિટાબેન પટેલ, આશિષભાઈ પટેલ અને સંજયસિંહ રાઓલ દ્વારા કરવામાં આવ્યું હતું. સમાપન સમારોહમાં વનરાજભાઈ પરમારે શિક્ષકદિનનો મહિમા વર્ણવ્યો હતો. શ્રેષ્ઠ દેખાવ કરનાર વિદ્યાર્થીરૂપી શિક્ષકોને ભેટ સ્વરુપે કલમ આપવામાં આવી હતી. સંજયસિંહ રાઓલે સમાપન સમારોહનું એન્કરીંગ કર્યું હતું. છેલ્લે શાળાના સુપરવાઈઝરશ્રી અને ઈ. આચાર્યશ્રીએ શિક્ષક દિનની ઉજવણીમાં જે વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા તથા કાર્યક્રમની સફળતા માટે સમગ્ર સ્ટાફ મિત્રોનો આભાર માન્યો હતો.

અહેવાલ નીલેશ શ્રીમાળી બનાસકાંઠા


9974645761
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.