ડો. કલામ ઇનોવેટિવ સ્કૂલના વિદ્યાર્થીઓ વન્યપ્રાણી સપ્તાહની ઊજવણીમાં જોડાયા
ડો. કલામ ઇનોવેટિવ સ્કૂલના વિદ્યાર્થીઓ વન્યપ્રાણી સપ્તાહની ઊજવણીમાં જોડાયા.
અમરેલી ડો. કલામ ઇનોવેટિવ સ્કૂલના વિદ્યાર્થીઓ વન્યપ્રાણી સપ્તાહની ઊજવણીમાં જોડાયા.
૨ ઓકટોબર થી ૮ ઓકટોબર દરમીયાન ફોરેસ્ટ વિભાગ દ્રારા પ્રવાસન રેન્જ ધારી ખાતે વન્યપ્રાણી સપ્તાહની ઊજવણી કરવામાં આવનાર હોય ત્યારે વન્યપ્રાણી સપ્તાહમાં તારીખ ૪ ઓક્ટોબરના રોજ ACF ત્રીવેદી સાહેબની અધ્યક્ષતામાં અને DCF રાજદીપસિંહ ઝાલા સાહેબના માર્ગદર્શન નીચે આપણું જંગલ પ્લાસ્ટીક મુક્ત જંગલ અભીયાન ચલાવવામાં આવેલું આ અભિયાનમાં અમરેલીની જાણીતી શાળા ડો. કલામ ઇનોવેટિવ સ્કૂલના વિદ્યાર્થીઓ ૪ ઓક્ટોબરની વહેલી સવારે આ અનોખા અભીયાનમાં જોડાવા માટે આંબરડી સફારી પાર્ક પ્રવાસન રેન્જ ધારી ખાતે ACF ત્રીવેદી સાહેબ અને તેમની ટીમ સાથે પ્લાસ્ટીક મુક્ત જંગલ અભીયાનમાં જોડાયા હતા આ અભીયાનમાં વીદ્યાર્થીઓ ઉત્સાહથી જોડાયા હતા અને તેમણે ૨૭ મોટી પ્લાસ્ટીકની બેગ ભરી અને કચરો એકત્રિત કર્યો હતો આ કચરો એકત્રિત કરતી વખતે તેમને અનુભવ થયોકે આપણે પ્રકૃતિને અને આપણા જંગલોને કેવી રીતે નુકશાન પહોચાડી રહ્યા છીએ પાનમસાલાના નાના પાઉચથી લઇ વેફર, બિસ્કીટ, પાણીની બોટલ અને કોલ્ડ્રિંકસની બોટલ અને તેમના કેન અને જૂના ચપ્પલથી લઈને તમામ પ્રકારનો કચરો આપણે જંગલમાં ઠાલવીએ છીએ અને તેમનાથી થતા નુકશાનનો અનુભવ આજે આ વિદ્યાર્થિઓએ અનુભવ્યો ACF ત્રીવેદી સાહેબ બાળકોના સવાલોના જવાબો પણ આપી રહ્યાં હતાં અને તેમને વન્યજીવ સૃષ્ટિ અને જૈવવિવિધતાનો પરીચય કરાવવાની સાથે જીવન ઉપયોગી પણ શીખવાડી રહ્યાં હતાં અને તેઓ અને તેમની ટીમ પણ ૩ કિલોમીટર જેટલા વિસ્તારમાં વિધાર્થીઓ સાથે આ અભિયાનમાં ઉત્સાહથી જોડાઈ અને તેમણે વિદ્યાર્થીઓ સમક્ષ એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું આ બાળકોને
ત્રિવેદી સાહેબ અને તેમની ટીમ દ્વારા આ સરાહનિય કાર્ય માટે સર્ટીફીકેટ આપી સન્માનીત કરવામાં આવ્યાં હતાં
અને તેઓને વન્યજીવન અને તેમના સરક્ષણ માટે ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ અને તેમણે બાળકોને પ્રકૃતિ શિબિરમાં જોડાવાનું આમંત્રણ પણ આપ્યું હતું અને ત્યારબાદ બાળકોને આંબરડી સફારી પાર્કમાં સિંહ દર્શન કરવા માટેનો અદભુત લાહવો પણ આપ્યો હતો અને બાળકો આ જંગલ સફારીમાં સિંહ દર્શન કરીને ખુશખુશાલ થઈ ગયા હતા અને તેમણે ત્રિવેદી સાહેબ અને તેમની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો ત્યારબાદ આ સ્વરછતાના સૈનિકો એવા વિદ્યાર્થીઓ માટે તેમણે અલ્પાહારની વ્યવસ્થા પણ કરી રાખેલી અને બાળકોને તેમની સુંદર કામગીરી માટે અભીનંદન પાઠવ્યા હતાં
અને તેમને પર્યાવરણ મિત્ર બનવા અને જંગલને પ્લાસ્ટીક મુક્ત બનાવવા માટેના આ અભીયાન અને વન્યપ્રાણી સપ્તાહ કાર્યક્રમમાં જોડાવવા માટે વિદ્યાર્થીઓ અને શાળાનો આભાર વ્યક્ત કર્યો હતો
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.