જિલ્લા કક્ષાના કાર્યક્રમને સુપેરે પાર પાડવા અધિકારીઓને સૂચના અને જરૂરી માર્ગદર્શન આપતા બોટાદ જિલ્લા કલેક્ટર - At This Time

જિલ્લા કક્ષાના કાર્યક્રમને સુપેરે પાર પાડવા અધિકારીઓને સૂચના અને જરૂરી માર્ગદર્શન આપતા બોટાદ જિલ્લા કલેક્ટર


બોટાદ જિલ્લા કલેક્ટર ડો. જીન્સી રોયના અધ્યક્ષસ્થાને સ્વતંત્રતા પર્વ નિમિત્તે જિલ્લાકક્ષાના કાર્યક્રમના સુચારૂં આયોજન માટે અધિકારીઓની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં કલેક્ટરએ સંલગ્ન અધિકારીઓને કાર્યક્રમને સુપેરે પાર પાડવા સૂચના અને જરૂરી માર્ગદર્શન પૂરૂં પાડ્યું હતું. બેઠકમાં કલેક્ટરશ્રીએ 15 ઓગસ્ટના રોજ મુખ્ય કાર્યક્રમની રૂપરેખા પ્રમાણે તબક્કાવાર આયોજનો હાથ ધરવા સૂચન કર્યુ હતું. તેમજ તેમણે તમામ વિભાગોને રાષ્ટ્ર પર્વની ઉજવણીના અવસરને શાનદાર બનાવવા તાકીદ કરી હતી. કલેક્ટરની કચેરી ખાતે યોજાયેલી આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર પી.એલ.ઝણકાત, જિલ્લા પોલીસ અધિક્ષક કે.એફ.બળોલિયા સહિત સંલગ્ન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.