ભંવરલાલ કોઠારીજીની સ્મૃતિમાં રાજસ્થાન ગો સેવા પરિષદ દ્વારા ભારત સરકારનાં પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો.વલ્લભભાઈ કથીરિયાને “ગૌ ઉદ્યમિતા પુરસ્કાર” અર્પણ કરાયો.
ભંવરલાલ કોઠારીજીની સ્મૃતિમાં રાજસ્થાન ગો સેવા પરિષદ દ્વારા
ભારત સરકારનાં પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો.વલ્લભભાઈ કથીરિયાને “ગૌ ઉદ્યમિતા પુરસ્કાર” અર્પણ કરાયો.
રાજકોટ "સેવા પરમો ધર્મ" અને "ગૌસેવા દ્વારા રાષ્ટ્ર સેવા"નાં મંત્રને જીવનમાં આત્મસાત કરી સમગ્ર દેશમાં ગૌચેતના જગાવી ગૌ સંસ્કૃતિનાં પુનઃસ્થાપન માટે રાત-દિવસ પરિશ્રમ કરતા રાષ્ટીય કામધેનુ આયોગના પૂર્વ અધ્યક્ષ અને ભારત સરકારના પૂર્વ મંત્રી ડો. વલ્લભભાઈ કથીરિયાએ વ્યકિતગત જીવનમાં માનવસેવાને પ્રાધાન્ય આપી ૧૩૨ વાર સ્વયં રકતદાન કરી યુવા વર્ગને જોડી જનચેતનાનું અભૂતપૂર્વ ઉદાહરણ પુરૂ પાડયું છે. તબીબી વ્યવસાય સાથે સમાજસેવા ડો. કથીરિયાના જીવનનું અંગ બની રહયું. કિશોરવયથી આર.એસ.એસ.ના સંસ્કાર સિંચન અને અનેક સંતો-મહાનુભાવોના આશીર્વાદથી રાજનીતિનો જનકલ્યાણના શ્રેષ્ઠ માધ્યમ તરીકે ઉપયોગ કરનારા ડો. વલ્લભભાઈએ "ચેરીટી બીગીન્સ એટ હોમ"નાં સિધ્ધાંતને જીવનમાં સાર્થક કરી બતાવ્યું છે.
આજે સમગ્ર દેશમાં “ગુજરાત ગૌસેવા મોડેલ” પ્રસ્થાપિત થાય તે માટે ડો. કથીરિયા ગૌઉપાસના, ગૌરક્ષા, ગૌસંવર્ધન, ગૌપાલન, અને ગૌ આધારિત કૃષિ, આરોગ્ય, પર્યાવરણ, ઉદ્યમિતા અને ગ્રામ્ય વિકાસ દ્વારા સ્વાવલંબી અને સંસ્કારી સમાજ રચનામાં અબાલ-વૃધ્ધ અને ગરીબ-તવંગર સુધી સૌ કોઈ ગાયની સાચી સમજ કેળવે તે અંતર્ગત સતત કાર્યરત રહી આમુલ પરિવર્તન અને સમગ્ર દેશમાં ગૌસેવાનું વાતાવરણ નિર્માણ પામે તે માટે અનેક રાજ્યોનો પ્રવાસ કરી માર્ગદર્શન આપી રહયા છે. તાજેતરમાં દેશ - વિશ્વમાં પ્રથમ એવો ગૌ આધારિત ઉત્પાદનોનો ઔદ્યોગિક મેળો “ગૌ ટેક - 2023” રાજકોટમાં આયોજીત કરી સમગ્ર દેશ - દુનિયાનું ગૌ ઉદ્યમિતા અને ગૌ આધારિત અર્થતંત્ર પર ધ્યાન દોર્યું છે. અનેક નવા સ્ટાર્ટઅપ અને ઉદ્યમો સાથે યુવા – મહિલા, ગૌશાળાઓને ગૌમુત્ર, ગોબર અને ગૌ આધારિત અન્ય ઉત્પાદનો દ્વારા આર્થિક ઉપાર્જન કરી શકે તે માટે નવો રાહ ચિંધ્યો છે.
વિશેષ જણાવવાનું કે ભંવરલાલ કોઠારીજીની સ્મૃતિમાં પ્રથમ રાષ્ટ્રીય પુરસ્કાર 'રાજસ્થાન ગો સેવા પરિષદ' વતી ભારત સરકારનાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઇન્ડસ્ટ્રીનાં (જી.સી.સી.આઈ) નાં સંસ્થાપક ડો.વલ્લભભાઈ કથીરિયાને તેમના વિશિષ્ટ પ્રદાન બદલ “ગૌ ઉદ્યમિતા પ્રોત્સાહન પુરસ્કાર” તા. 13 જાનઆરી ના રોજ બીકાનેર – રાજસ્થાન મુકામે આપવામાં આવ્યો. રાજસ્થાન ગૌ સેવા પરિષદ દ્વારા 1 લાખ રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો. કાર્યક્રમમાં લાલેશ્વર મહાદેવ મંદિરનાં મહંત સ્વામી વિમર્શાનંદ ગીરી, દીનાનાથ ઠાકુર , રાષ્ટ્રીય સહકાર ભારતીના ના પ્રમુખ, બીકાનેર પશ્ચિમનાં ધારાસભ્ય જેઠાનંદ વ્યાસ, પૂર્વ મંત્રીશ્રી દેવીસિંહ ભાટીઆએ મુખ્ય અતિથી તરીકે હાજરી આપી હતી. રાજુવાસ યુનિ. ના વાઈસ ચાન્સેલર પ્રો. ડૉ. સતીશ કે. ગર્ગ, વરિષ્ઠ પત્રકાર હેમ શર્માએ, રાજુવાસનાં પૂર્વ વાઇસ ચાન્સેલર ડૉ. એ. કે. ગેહલોતે વિશેષ વક્તવ્ય આપ્યા હતા. પત્રકાર અને ફિલ્મ નિર્માતા સુમિત શર્મા ડો.વલ્લભભાઈ કથીરિયાનો પરિચય આપ્યો. સમગ્ર કાર્યક્રમનું મંચ સંચાલન ગજેન્દ્રસિંહ સાંખલા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા રાજસ્થાન ગો સેવા પરિષદની આયોજન સમિતિમાં અરવિંદ મિઢા, અશોક મોદી, અનંતવીર જૈન, વિજય કોચર, રાજુ પચીસિયા, ડો.રાજેશ ધુડિયા, બી. આર માલી, બી. એલ. ગહેલોત, પિયુષ પુરોહિત, શિવરતન પુરોહિત સહિતનાઓ જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમમાં દેશભરમાંથી ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઇન્ડસ્ટ્રી (જી.સી.સી.આઈ)નાં પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા.રાજસ્થાન ગૌ સેવા પરિષદ વર્ષ ૨૦૧૬ થી દેશભરમાં ગૌપાલકોને ગાયના છાણ અને ગૌમૂત્રમાંથી આર્થિક ઉપાર્જન માટે ‘ગાયના છાણમાંથી ખાતર અને ગૌમૂત્રમાંથી જીવાત નિયંત્રણ'ના ઉદ્દેશ્ય સાથે કામ કરી રહી છે. રાજસ્થાન ગૌ સેવા પરિષદ ૧૩ રાજ્યોમાં ૧૬૮ સંસ્થાઓ સાથે સંપર્કમાં છે. રાજસ્થાન ગૌ સેવા પરિષદ દેશનાં વિવિધ રાજ્યમાં અનેક રાષ્ટ્રીય સ્તરની પરિષદોનું પણ આયોજન કરે છે અને રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકાર, તેમજ નીતિ આયોગ અને રાષ્ટ્રીય કામધેનુ આયોગનું ધ્યાન આકર્ષિત કરે છે. ગૌપાલકોને ઉપયોગી એવી નીતિઓ બનાવવા પર ભાર મુકે છે જેથી કરીને ગૌપાલકોને ગાયના છાણ અને મૂત્ર માટે યોગ્ય ભાવ મળે અને દેશમાં ગાય ઉત્પાદન આધારિત ઉદ્યોગસાહસિકતાના નવા ક્ષેત્રનો વિકાસ થાય. ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઇન્ડસ્ટ્રી (જી.સી.સી.આઈ) એ ગો-ટેક સમિટનું આયોજન કરીને આ ક્ષેત્રમાં સારું ઉદાહરણ બેસાડ્યું હતું. ગૌ સાહસિકતાના ક્ષેત્રમાં આ એક અભૂતપૂર્વ કાર્ય હતું, જે ડો.વલ્લભભાઈ કથીરિયાનાં નેતૃત્વમાં થઈ રહ્યું છે. ડો.વલ્લભભાઈ કથીરિયાનાં આ પ્રયાસોને જોઈને જ ગો-ટેક સમિટમાં જ રાજસ્થાન ગૌ સેવા પરિષદના પ્રમુખ હેમ શર્માએ તેમને “ગૌ ઉદ્યમિતા પ્રોત્સાહન પુરસ્કાર”થી સન્માનિત કરવાની જાહેરાત કરી હતી.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.