ટ્રાફિક પોલીસ નાં "જે" ડિવિઝન માં ફરજ બજાવતા બ્લડ કેન્સર પીડિત મહિલા પોલીસ કોન્સ્ટેબલ ની મદદે ઈસનપુર ની શી ટીમ - At This Time

ટ્રાફિક પોલીસ નાં “જે” ડિવિઝન માં ફરજ બજાવતા બ્લડ કેન્સર પીડિત મહિલા પોલીસ કોન્સ્ટેબલ ની મદદે ઈસનપુર ની શી ટીમ


અમદાવાદ શહેર ખાતે ટ્રાફિક પોલીસ નાં "જે" ડિવિઝન માં ફરજ બજાવતા આ.વુ.પો.કો શ્રી મિત્તલ બેન શાંતિલાલ ગોંડલીયા છેલ્લા છ માસથી બ્લડ કેન્સર જેવી ગંભીર બીમારી સામે લડત લડી રહ્યા છે.

આપણે સૌ જાણીએ છીએ કે બ્લડ કેન્સર જેવી ગંભીર બીમારીના ઈલાજ માટે વપરાતી દવાઓ આજના સમયમાં ઘણી બધી મોંઘી આવતી હોય છે અને વારંવાર હોસ્પિટલમાં ચેકઅપ માટે પણ દર્દીને લઈ જવા પણ ઘણો ખર્ચ થતો હોય છે.એ દરમિયાન ડોક્ટર ની ફીસ અને ટ્રાવેલિંગ ખર્ચ પણ ઘણો થતો હોય છે.

જેઓની આર્થિક પરિસ્થિતી નબળી હોય અત્રેના ઇસનપુર પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા અધિકારીશ્રી/કર્મચારીનાઓ તરફથી પોલીસ એક પરિવાર ની ભાવના થી બ્લડ કેન્સર પીડિત મિત્તલબેન શાંતીલાલ ગોડલીયા નાઓને આર્થિક મદદ કરવાના હેતુથી પોલીસ ઇન્સ્પેકટર શ્રી એ.પી.ગઢવી નાઓ દ્વારા અંગત રસ દાખવી મિત્તલબેન ની સારવાર સારુ અત્રેના ઇસનપુર પોલીસ સ્ટેશન ના અધિકારી /કર્મચારી નાઓ દ્વારા કુલ્લે રૂ. ૮૫૫૦૦ ની આર્થિક મદદ કરી આજ રોજ તા.૨૩/૧૨/૨૦૨૩ ના રોજ "SHE" ટીમ ઇસનપુર પોલીસ સ્ટેશન દ્વારા અર્પણ કરી સરાહનિય કામગીરી કરવામાં આવેલ છે.

SAURANG THAKKAR
AHMEDABAD JILLA
BEURO CHIEF


9586241119
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.