ભગીરથ પરિશ્રમનો કોઈ વિક્લ્પ નથી…
ભગીરથ પરિશ્રમનો કોઈ વિક્લ્પ નથી...
વાત છે અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના મોટા દેવળીયા ગામના એક પ્રાથમિક શાળાના સંગીત શિક્ષક પુત્રની....
વર્ષ ૨૦૦૬ માં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મોટા દેવળીયામાં જ પુર્ણ કરી આ વિદ્યાર્થી ઉચ્ચતર માધ્યમીક,વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ માટે રાજકોટ ગયો, જ્યાં સારુ પરિણામ મેળવી ૨૦૦૮ સુરત ખાતેની પ્રતિષ્ઠિત કોલેજમાં મીકેનિકલ એંજીનિયરીંગમાં પ્રવેશ મેળવ્યો. ભણવામાં શરૂઆતથી જ મહેનતુ અને હોશિયાર આ વિધ્યાર્થીએ ૨૦૧૨માં મીકેનિકલ એંજીનિયરીંગનો અભ્યાસ પુર્ણ કરી સુરત ખાતે પ્રાઈવેટ કંપનીમાં નોકરી શરુ કરી. વર્ષો વિતતા ગયા,યુવાન પોતાના સ્વભાવ પ્રમાણે જ નોકરીના દરેક તબ્બ્કામાં પોતાનું બેસ્ટ આપી પ્રગતી કરતો રહ્યો. આ દરમ્યાન વર્ષ ૨૦૧૪માં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વર્ગ ૧ અને ૨ માટેની જાહેરાત આવી.યુવાનને પણ વહીવટી સેવામાં જોડાવાની ઈચ્છા જાગી.બસ પછી તો નોકરી છોડી આ નવયુવાનનો ભગીરથ પ્રયાસ ચાલુ થયો. ૨૦૧૪ ની ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવાયેલ વર્ગ ૧ અને ૨ ની પ્રિલિમ પરીક્ષા પાસ કરી પણ મુખ્ય પરીક્ષામાં કોઈ કારણોસર વિલંબ થયો, આ બાજુ એમનાં લગ્ન નક્કી થયા,પારિવારીક જવાબદારી વધતા ફરીથી પ્રાઈવેટ કંપનીમાં નોકરી ચાલુ કરી પરંતુ વહિવટી સેવામાં જોડાવાની ઈચ્છાને પુર્ણ વિરામ ન આપી તૈયારી તો ચાલુ જ રાખી.વર્ષ ૨૦૧૪ થી લઈ ૨૦૧૯ સુધીની ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવાયેલ વર્ગ ૧ અને ૨ ની બધી પ્રિલિમ પરીક્ષા પાસ કરી મુખ્ય પરીક્ષા આપી પણ સફળતા ન મળી.નિષ્ફળતાથી હારવું એ યુવાનને મંજુર ના હતું. છેવટે ૨૦૧૯ માં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવાયેલ નાયબ મામલતદાર અને નાયબ સેક્શન અધિકારી વર્ગ-૩ ની જાહેરાતમાં આ યુવાનનનો ભગીરથ પ્રયાસ અને ધીરજ તેમને સફળતાના શિખર પર લઈ ગયો. વાત છે નાયબ મામલતદાર, ભગીરથભાઈ હિંમતભાઈ કાછડીયા Bhagirath Kachhadiya .
જેવું નામ એવુ કામ, એવા ભગીરથભાઈ કાછડીયા (નાયબ મામલતદાર-જસદણ)એ ભગીરથ પ્રયાસ અને ધિરજથી જે સફળતા મેળવી એ યુવા પરીક્ષાર્થીઓ માટે પ્રેરણારૂપ છે..
આપની આ સફળતાની સરવાણીને સલામ ..
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.