પત્રકાર માસુમાબેન ભારમલની યાદમાં વિદ્યાર્થીઓને સહાય અપાશે: હેલ્પર હેન્ડ્સ ટ્રસ્ટ
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
રાજકોટના સિનિયર મોસ્ટ પત્રકાર માસુમાબેન ભારમલનું ગત તા. ૧૧ એપ્રિલ ૨૦૨૪ના રોજ રાજકોટ મુકામે નિધન થતાં તેમની યાદમાં રાજકોટની વિખ્યાત સેવાભાવી સંસ્થા હેલ્પર હેન્ડસના સહાયક મોહસીનભાઈ જાફરજીભાઈ ભારમલ સહિતનાં સભ્યોએ માસુમાબેનને એક શ્રદ્ધાંજલિ આપી હતી દરમિયાન હુઝૈફાભાઈ શાકીરએ જણાવ્યું હતું કે માસુમાબેનની સમાજના છેવાડના લોકો સુધીની તેમની સેવા ખરેખર સેલ્યુટને પાત્ર છે તેઓ પરોપકારી તો હતાં જ પણ અમારાં ટ્રસ્ટના દરેક સેવાકીય કાર્યોમાં હમેંશા સહાયરૂપ બની એક ખરાં અર્થમાં માનવતાના દર્શન કરાવ્યાં હતાં તે કાર્ય અમારું ટ્રસ્ટ આજીવન ભુલી નહી શકીએ તેમની યાદમાં અમો આગામી વર્ષમાં સમાજમાં જે આર્થિક પછાત વિધાર્થીઓ છે તેને અમો સ્કોલરશીપ આપીશું તે કાર્યક્ર્મ હવે પછી જાહેર કરશું અત્રે નોંધનીય છે કે માસુમાબેન ભારમલ રાજકોટમાં રહીને એક મહીલા પત્રકાર તરીકે જબરું કાંઠું કાઢ્યું હતું તેઓએ ઇન્ડિયન એક્સપ્રેસ, ટાઈમ્સ ઑફ ઈન્ડિયા એશિયન ન્યુઝ સહિતનાં અનેક અંગ્રેજી અખબારોમાં લખીને લોકોનો અવાજ બન્યાં હતાં ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં તેમની કેટલીય સ્ટોરી દેશ વિદેશમાં હેડલાઇન્સ બની હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.