અયોધ્યા મધ્ય પ્રતિષ્ઠા ના કાર્યક્રમમાં બરવાળા ના મહંત શ્રી જગદેવીદાસ બાપુ એ હાજરી આપી આજે બરવાળા મુકામે પાછા આવ્યા
અયોધ્યા રામ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠાના ઐતિહાસિક કાર્યક્રમમાં બોટાદ જિલ્લાના બરવાળાના લક્ષ્મણજી મંદિરના મહંત મહામંડલેશ્વર શ્રી જગદેવદાસબાપુએ અયોધ્યામાં હાજરી આપી આજે સાંજના પરત ફરતા બરવાળાના નગરજનો દ્વારા સામૈયા કરી શહેરનાં મુખ્ય માર્ગો પર શોભાયાત્રા યોજી હતી
અયોધ્યારામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં અનેક સંતો મહંતોને નિમંત્રન આપવામાં આવ્યું હતું. જેમાં બોટાદ જિલ્લાના બરવાળામાં આવેલ પૌરાણિક લક્ષ્મણજી મંદિરના મહંત શ્રી જગદેવદાસ બાપુ ને અયોધ્યામાં યોજાયેલ રામ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ મા નિમંત્રણ મળ્યું હતું. તેઓ અયોધ્યા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં અયોધ્યા પહોંચેલ અને રામ મંદિર મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરી અયોધ્યાથી આજે બાપુ સાંજના સમયે પરત ફર્યા હતા ત્યારે બરવાળા શહેરનાં તમામ શહેરીજનો દ્વારા સાંજના સમયે કુવારીકા બાળાઓએ બાપુને કુમકુમ તિલક કરી સામૈયા કર્યા હતા અને ત્યારબાદ બરવાળા શહેરનાં મુખ્ય માર્ગો પર ભવ્ય શોભાયાત્રા યોજીને બાપુનુ જયશ્રી રામના નારા સાથે ઉષ્માભર્યું સ્વાગત સન્માન પણ કર્યું હતુ. ત્યારે ભવ્ય શોભાયાત્રામાં મોટી સંખ્યામાં બરવાળાના શહેરીજનો જોડાયા હતા.આ દરમિયાન બરવાળા લક્ષ્મણજી મંદિરના મહંત શ્રી જગદેવદાસ બાપુએ ભાવસભર બની જીવનમાં ઐતિહાસિક કાર્યક્રમની માણેલી દુર્લભ ક્ષણોને વાગોળી ખુશી વ્યક્ત કરી હતી અને સામૈયા કરવા બદલ બરવાળાના શહેરીજનોનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.