જસદણમાં આમ આદમી પાર્ટીનું કાર્યાલય ખુલે તે પહેલાં ધમકી પત્ર
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણમાં આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ હિતેશભાઈ ખાખરીયાને કોઈ અજાણ્યો શખ્સ એક ચબરખીમાં રેસ્ટોરન્ટ બંધ કરવાની ધમકી આપતાં સ્થાનિક રાજકારણમાં અનેકવિધ ચર્ચાઓ ઊઠવા પામી છે આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ જસદણના ચિતલિયાકુવા રોડ પર બની રહેલ આમ આદમી પાર્ટીના કાર્યાલયના તાળાના નકુચા પાસે એક ચબરખીમાં તમારું કાર્યાલય ચાલું થશે તો સામેની તમારી રેસ્ટોરેન્ટ બંધ થઈ જશે એવી લેખીત ચબરખી કોઈ મુકી જતાં આ અંગે હિતેશભાઈના કહેવા મુજબ જસદણ પોલીસને જાણ કરી છે જસદણ વિંછિયા પંથકમાં ગત ધારાસભાની ચૂંટણીમાં અભૂતપૂર્વ મત અંકે કરનારાં આમ આદમી પાર્ટીનું કાર્યાલય ખુલે તે પહેલાં જ ધમકી પત્ર મળતાં રાજકીય વર્તુળોમાં મોંઢા એટલી વાતો થઈ રહી છે જો આ બાબતે તટસ્થ તપાસ કરવામાં આવે તો દુધનું દુધ અને પાણીનું પાણી થઈ જાય એવી લોકોમાં ચર્ચા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.