એસ.ટી.બસના મુસાફરો ખેંચી જતા 100 વાહન ડિટેન કરાયા
બસપોર્ટ તેમજ શહેરની પિકઅપ પોઇન્ટ પરથી ખાનગી વાહનો દ્વારા એસ.ટી.બસના મુસાફરોને ખેંચી જવાના બનાવો અટકાવવા માટે એસ.ટી.તંત્ર દ્વારા અવારનવાર ચેકિંગ હાથ ધરી વાહનો ડિટેન તેમજ દંડની કાર્યવાહી કરે છે. તેમ છતાં આવા બનાવો અટકતા નથી. ત્યારે રાજકોટ ડિવિઝન વિભાગ દ્વારા મે મહિનામાં પોલીસ, આરટીઓ તંત્રને સાથે રાખી બસપોર્ટ નજીક તેમજ પિકઅપ પોઇન્ટ એવા ગ્રીનલેન્ડ ચોકડી, માધાપર ચોકડી, ગોંડલ રોડ ચોકડી, કાલાવડ રોડ, આજી ડેમ ચોકડીએ ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં નો પાર્કિંગ ઝોનમાં વાહન ઊભા રાખી મુસાફરો ખેંચી જતા 42 વાહનોને મેમો આપી રૂ.89,900ની રકમનો દંડ વસૂલ્યો હતો. કુલ 100 વાહનો ડિટેન કર્યા હતા અને 163ને મેમો આપી રૂ.6.10 લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.