મહુવા ખાતે ‘મન કી બાત’ ના શ્રવણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેતાં સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રી શ્રી આર. સી. મકવાણા ઉપસ્થિત રહ્યા હતા
મન કી બાત' નો વડાપ્રધાનશ્રીનો રેડિયો કાર્યક્રમ સાંભળવાં માટે સમગ્ર રાષ્ટ્ર આતુરતાથી રાહ જુએ છે- સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રીશ્રી આર. સી. મકવાણા ઉપસ્થિત રહ્યા હતા
મહુવા ખાતે આવેલા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે વડાપ્રધાનશ્રીના રાષ્ટ્ર સંબોધનના રેડિયો કાર્યક્રમ 'મન કી બાત'ના શ્રવણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલાં સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રી શ્રી આર. સી. મકવાણાએ જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી રેડિયો દ્વારા સમગ્ર રાષ્ટ્રને સંબોધે છે તેવાં 'મન કી બાત' કાર્યક્રમને સાંભળવાં માટે સમગ્ર રાષ્ટ્ર આતુરતાપૂર્વક રાહ જુએ છે.
વિશેષ કરીને બૌદ્ધિકો અને સમગ્ર વિશ્વના નેતાઓની નજર આ કાર્યક્રમમાં તેઓ શું કહે છે તેના પર મંડાયેલી હોય છે તેમ જણાવી તેમણે કહ્યું કે, 'મન કી બાત'માં વડાપ્રધાનશ્રી દેશની ઉન્નતિ અને પ્રગતિ થાય તે માટેના વિવિધ જાગૃત ઉદાહરણો સાથે દેશ ને કઈ દિશામાં લઈ જવો છે તેનું મનોમંથન રજૂ કરે છે. ત્યારે રાષ્ટ્રના એક જાગૃત નાગરિક તરીકે આપણી ફરજ છે કે તેમણે શું કહ્યું તે સાંભળીએ અને તે દિશામાં રાષ્ટ્રને આગળ લઈ જવા માટે પગલા ભરીએ.
તેમણે વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે ભારતનું નામ વિશ્વમાં ઉજાગર કર્યું છે અને સમગ્ર વિશ્વના લોકો તેઓ શું કહે છે તે સાંભળવાં અને તેના આધારે નીતિઓ નિર્ધારિત કરવા માટે પ્રોત્સાહિત થાય છે તે તેમના સફળ અને કુશળ નેતૃત્વનું જ્વલંત ઉદાહરણ છે.
અહીંયા મહુવાના વરિષ્ઠ આગેવાનો, વેપારીઓ, પ્રદેશના નેતાઓ સહિતના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં છે તે બતાવે છે કે, 'મન કી બાત' કાર્યક્રમનું કેટલું મહત્વ છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી મહેન્દ્રસિંહ સરવૈયા, ભા.જ.પા.ના પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી રઘુભાઈ હૂંબલ, ગારીયાધારના ધારાસભ્યશ્રી કેશુભાઈ નાકરાણી, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભરતસિંહ ગોહિલ, મહુવા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન શ્રી ઘનશ્યામભાઈ, જિલ્લા ભા.જ.પ. મહામંત્રીશ્રી કેતનબાપુ કાતરોડીયા, જિલ્લા ભા.જ.પ. મંત્રીશ્રી દિગ્વિજયસિંહ ગોહિલ, મહુવા શહેર પ્રમુખશ્રી રજનીભાઇ ઠાકર, મહુવા શહેર મહામંત્રીશ્રી નિલેશભાઈ સેલાણી, જિલ્લા પંચાયત સદસ્યશ્રી દશરથભાઈ જાની, જિલ્લા આઈ.ટી. સેલ ઇન્ચાર્જશ્રી દીપકભાઈ જાની, સ્થાનિક આગેવાનો, નેતાઓ, શ્રેષ્ઠીઓ અને મહુવાના નગરજનો ઉપસ્થિત રહ્યાં હતાં.
રીપોર્ટર.રમેશ.જીંજુવાડીયા-મહુવા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.