ઉછીના રૂપિયા આપવા મામલે સીતારામ સોસાયટીના યુવકને માસીયાઇ ભાઇએ છરી ઝીંકી
શહેરમાં ફાઇનાન્સ કંપનીના કલેક્શનનું કામ કરતા યુવાનને તેના જ માસીયાઈ ભાઈએ છરીના ઘા ઝીંકી દેતા ઈજાગ્રસ્તને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. મળતી વિગત મુજબ શહેરમાં સીતારામ સોસાયટી શેરી નં.6, હુડકો ચોકી પાછળ 80 ફૂટ રિંગ રોડ પર રહેતા નવઘણસિંહ જસુભા રાણા (ઉ.વ. 34)એ ફરિયાદમાં જણાવ્યું છે કે, હું ચાર-પાંચ વર્ષથી ચોલા મંડલમ ઇન્વેસ્ટમેંટ એન્ડ ફાઇનાન્સ કંપનીમાં હોમ લોન વિભાગમાં કલેક્શનનું કામ કરું છુ.
અને મારી શેરીમાં મારા માસી નો દીકરો હિતેન્દ્ર સિંહ ભુપતસિંહ જાડેજા તેના પરિવાર સાથે રહે છે. ગઈકાલે બપોરના અગિયારેક વાગ્યાની આસપાસ હું મારા કામ માટે પેલેસ રોડ પર હતો ત્યારે આ હિતેન્દ્રસિંહનો મને ફોન આવેલ અને મને વાત કહેલ કે, મારે રૂ. 1200ની જરૂર છે. એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાનું કહેલ. મેં કહ્યું કે પહેલા માસી કુંદનબા સાથે વાત કરી ઓછી તને રોકડા આપું. એટલું કહેતા જ તે ઉશ્કેરાઇ ગયો અને અપશબ્દો બોલવા લાગ્યો. તે બાબરિયા કોલોની મેઇન રોડ જુલેખાનૂર મસ્જિદથી આગળ રાજશક્તિ ચોકમાં હોય,
મેં ત્યાં જઈ તેની વાતચીત કરતાં તેણે નેફામાંથી છરી કાઢી મને જમણા પગમાં સાથળના ભાગે અને શરીરના અન્ય ભાગોમાં છરીના ઘા મારી દીધા હતા અને તે ફરાર થઇ ગયો હતો. મેં બાઈક ચાલુ કરી આગળ જતાં ચક્કર આવતા સ્વામીનારાયણ મંદીરથી આગળ દાળેશ્વર ડેરી વાળા ચોકમાં પહોંચતા એક રીક્ષા વાળો ઉભેલ હોય જે મને ઓળખતો હોય તેની રીક્ષામાં બેસાડી કોઠારીયા રોડ ઉપર આવેલ લોટસ હોસ્પીટલમાં સારવાર માટે દાખલ કરેલ. પોલીસે ગુનો દાખલ કરી હિતેન્દ્રસિંહની ધરપકડ કરવા તજવીજ કરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.