સીટી બસના વધુ આઠ કંડકટર સસ્પેન્ડ : 13 ખુદાબક્ષ પકડાયા
મનપાની સીટી બસ સેવામાં ઓપરેટર એજન્સીને દંડ ઉપરાંત આઠ કંડકટરને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે. આજે રાજકોટ રાજપથ લી. કંપનીએ જાહેર કરેલા રીપોર્ટ મુજબ 95 સીટી બસ તા. 3 થી 9 દરમ્યાન 1.18 લાખ કિ.મી. ચાલતા 1.84 લાખ મુસાફરોએ તેનો લાભ લીધો હતો.
આ બસ સેવાના ઓપરેટર મારૂતિ ટ્રાવેલ્સને કામમાં ક્ષતિ બદલ 6025 કિ.મી.ની એટલે કે રૂા. 2.10 લાખની પેનલ્ટી કરવામાં આવી છે. તો અલ્ટ્રા મોડર્ન એજન્સીને રૂા. 10,500ની પેનલ્ટી કરાઇ છે. ગેરરીતિ બદલ આઠ કંડકટરને સસ્પેન્ડ કરાયા હતા અને 13 મુસાફર ટીકીટ વગર પકડાતા રૂા. 1430નો દંડ કરાયો હતો.
150 ફુટ રોડના બીઆરટીએસ રૂટ પર દોડતી 18 ઇલે. બસ 3ર હજાર કિ.મી. ચાલતા 1.60 લાખ મુસાફરોએ લાભ લીધો હતો તેમ મનપા દ્વારા જણાવાયું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.