મહીસાગરના રામજીભાઈ વણકરને ગુજરાત સરકારનો ડો.બાબા સાહેબ આંબેડકર એવોર્ડ અપાશે - At This Time

મહીસાગરના રામજીભાઈ વણકરને ગુજરાત સરકારનો ડો.બાબા સાહેબ આંબેડકર એવોર્ડ અપાશે


ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હેઠળના નિયામક,અનુસૂચિત જાતિ કલ્યાણ તરફથી દર વર્ષે અનુસૂચિત જાતિના મહાનુભાવોને વિવિધ પ્રોત્સાહક એવોર્ડ અપાય છે. જે પૈકી ગુજરાત રાજ્યની પચાસ લાખથી વધુ વસતી ધરાવતા અનુસૂચિત જાતિના વ્યક્તિઓ પૈકી સમાજ સેવાના ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપનાર એક મહાનુભાવને ડૉ.બાબાસાહેબ આંબેડકર એવોર્ડ આપવામાં આવે છે. સને ૨૦૨૧-૨૨ ના વર્ષનો એવોર્ડ મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના વતની કર્મશીલ રામજીભાઈ એન.વણકરને આપ વાની જાહેરાત કરવામાં આવી છે. રામજીભાઈ વણકર છેલ્લા ૪૦ વર્ષથી ડો.બાબાસાહેબ આંબેડકરના શિક્ષિત બનો. સૂત્રને ચરિતાર્થ કરવા અનુસૂચિત જાતિના જિલ્લાભરના તેજસ્વી છાત્રોને પોંખવાનું, પ્રોત્સાહન આપવાનું ઉમદા કામ કરતા આવ્યા છે. ગુજરાત રાજ્યભરના દલિત સાહિત્યકારોનું જાહેર સન્માન કરવાનો,તેમનો પરિચય પ્રકાશિત કરવાનો, રાજ્યભરનાઅનુસૂચિત જાતિ,અનુસૂચિત જન જાતિના વિશિષ્ટ શિક્ષકોને તેમના શિક્ષણ કાર્યમાં પ્રોત્સાહિત કરવા અવાર નવાર જાહેર સમારોહ યોજીને પીઠ થાબડવાના કાર્યક્રમ કરતા આવ્યા છે. સરકારની વિવિધ પ્રોત્સાહક યોજનાઓના પ્રચાર અને પ્રસારમાં અડીખમ પ્રહરીનું કામ કરતા રહ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.