સુરેન્દ્રનગર જિલ્લામાં આવતીકાલે મતદાન, કુલ ૧,૫૪૩ મતદાન મથકો પર તૈયારીઓને આખરી ઓપ
તા.30/11/2022/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
ઝોનલ રૂટ પ્રમાણે ઈવીએમ-વીવીપેટ સહિતની ચૂંટણી સામગ્રી સાથે ચૂંટણી સ્ટાફ રવાના થયો.
જિલ્લામાં કુલ ૧૪,૨૨,૬૭૭ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
રાજ્યમાં યોજાનારી વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ના પ્રથમ તબક્કાના મતદાનમાં સમાવિષ્ટ સુરેન્દ્રનગર જિલ્લામાં મતદાનની આખરી તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. આજે ઝોનલ રૂટ પ્રમાણે જિલ્લાની કુલ પાંચ વિધાનસભા મતવિસ્તારોમાં ચૂંટણી ફરજ પરનાં અધિકારીઓ- કર્મચારીઓ ઈ.વી.એમ. અને વી.વી.પી.એ.ટી. મશીન સાથે નિશ્ચિત રૂટ પર રવાના થયા હતા. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી કે.સી. સંપટનાં માર્ગદર્શન હેઠળ ઈવીએમ અને વીવીપેટ સહિત વિવિધ પ્રકારની ચૂંટણીનું સાહિત્ય તૈયાર કરવામાં આવ્યું છે. જિલ્લાની પાંચ વિધાનસભા મત વિસ્તારની ચૂંટણી માટે રિસિવિંગ સેન્ટર અને ડિસ્પેચ સેન્ટર ખાતેથી ઝોનલ રૂટ પ્રમાણે ચૂંટણી સાહિત્ય સાથે ફરજ પરના સ્ટાફને આજે રવાના કરવામાં આવ્યો હતો. આવતીકાલે મતદાન કામગીરી માટે જિલ્લાનાં ૭,૭૧૫થી વધુ અધિકારીઓ-કર્મચારીઓ ફરજ બજાવશે. જિલ્લામાં કુલ ૧૫૪૩ મતદાન મથકો પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ મતદાન મથકોમાં ૬૦- દસાડા વિધાનસભામાં શહેરી વિસ્તારમાં ૧૬ અને ગ્રામ્ય વિસ્તારમાં ૨૮૬ એમ મળી કુલ ૩૦૨ મતદાન મથકો, ૬૧-લિંબડી વિધાનસભા બેઠક પર શહેરી વિસ્તારમાં ૩૩ અને ગ્રામ્ય વિસ્તારમાં ૨૯૫ એમ મળી કુલ ૩૨૮ મતદાન મથકો, ૬૨-વઢવાણ વિધાનસભા બેઠક પર શહેરી વિસ્તારમાં ૧૮૮ અને ગ્રામ્ય વિસ્તારમાં ૯૫ એમ મળી કુલ ૨૮૩ મતદાન મથકો, જ્યારે ૬૩- ચોટીલા વિધાનસભા બેઠક પર શહેરી વિસ્તારમાં ૪૯ અને ગ્રામ્ય વિસ્તારમાં ૨૫૨ એમ મળી કુલ ૩૦૧ મતદાન મથકો અને ૬૪- ધ્રાંગધ્રા વિધાનસભા બેઠકમાં શહેરી વિસ્તારમાં ૭૯ અને ગ્રામ્ય વિસ્તારમાં ૨૫૦ એમ મળી કુલ ૩૨૯ મતદાન મથકો પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
જિલ્લાના કુલ મતદારોમાં ૬૦- દસાડા વિધાનસભામાં ૧,૩૭,૪૪૧ પુરુષ મતદારો અને ૧,૨૬,૯૧૩ મહિલા મતદારો મળી કુલ ૨,૬૪,૩૫૪ મતદારો, ૬૧- લિંબડી વિધાનસભામાં ૧,૫૧,૧૧૩ પુરુષ મતદારો, ૧,૩૬,૪૩૨ મહિલા મતદારો અને ૦૪ અન્ય મતદારો મળી કુલ ૨,૮૭,૫૪૯ મતદારો, ૬૨- વઢવાણ વિધાનસભામાં ૧,૫૫,૦૦૭ પુરુષ મતદારો, ૧,૪૫,૧૧૭ મહિલા મતદારો અને ૦૬ અન્ય મતદારો મળી કુલ ૩,૦૦,૧૩૦ મતદારો, ૬૩- ચોટીલા વિધાનસભામાં ૧,૩૭,૩૭૬ પુરુષ મતદારો, ૧,૨૪,૩૦૧ મહિલા મતદારો અને ૦૯ અન્ય મતદારો મળી કુલ ૨,૬૧,૬૮૬ મતદારો, ૬૪- ધ્રાંગધ્રા વિધાનસભામાં ૧,૬૧,૦૪૫ પુરુષ મતદારો, ૧,૪૭,૯૦૭ મહિલા મતદારો અને ૦૬ અન્ય મતદારો મળી કુલ ૩,૦૮,૯૫૮ મતદારો મળી જિલ્લામાં કુલ ૧૪,૨૨,૬૭૭ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જિલ્લામાં નિયત કરવામાં આવેલા માપદંડ ધરાવતા હોય તેવા દિવ્યાંગ તથા ૮૦ વર્ષથી વધુ વયના મતદારોને મતદાન કરવા માટે સહાયક તથા વ્હીલચેરની સુવિધા પુરી પાડવામાં આવશે.વધુમાં વધુ મતદાન થઈ શકે એ હેતુથી સુરેન્દ્રનગર જિલ્લામાં કામદારો માટે આવતીકાલે સવેતન રજા જાહેર કરવામાં આવી છે. ચૂંટણી નિષ્પક્ષ અને શાંતિપુર્ણ માહોલમાં યોજાય તે માટે સુરેન્દ્રનગર જિલ્લા ચુંટણીતંત્ર સંપૂર્ણપણે સજ્જ છે. આવતીકાલે પહેલી ડિસેમ્બરના રોજ સવારના ૮.00 વાગ્યાથી મતદાનનો પ્રારંભ થશે અને સાંજે ૫.૦૦ કલાકે મતદાન પૂરું થશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.