સતરગામ પટેલ સમાજની સ્થાપનાને 60 વર્ષ પૂર્ણ ડભોઈ સતરગામ પટેલ વાડી ખાતે સમુહ નવચંડી યજ્ઞ યોજાયો
રિપોર્ટ :- નિમેષ સોની, ડભોઈ
સતર ગામ પટેલ સમાજની સ્થાપનાને આજે ૬૦ વર્ષ પૂર્ણ થયા છે. જે પ્રસંગને યાદગાર બનાવવાના ભાગરૂપે ડભોઇ સત્તર ગામ પટેલ સમાજ દ્વારા ડભોઈ ખાતે આવેલ સત્તર ગામ પટેલ વાડીમાં સમૂહ નવચંડી યજ્ઞ યોજવામાં આવ્યો હતો જેમાં ૩૩ જેટલા દંપતીઓ જોડાયાં હતાં.
માણસ ગમે તેટલો મોટો હોય છે પરંતુ સમાજ આગળ એ હર હંમેશ નાનો જ રહે છે. સમાજનાં સહકારથી જ માણસ ઉજળો જણાય છે. સમાજના આગેવાનો દ્વારા સમાજને એકત્રિત અને સંગઠીત કરવાના ભાગરૂપે તેમજ સમાજની સ્થાપનાને યાદગાર બનાવવાના ભાગરૂપે આજરોજ આ નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમમાં સમાજના સૌ આગેવાનો અને કાર્યકર્તાઓ ખૂબ જ મોટી સંખ્યામાં જોડાય હતાં. આ નવચંડી યજ્ઞનો પ્રારંભ સવારના ૯:૦૦ કલાકે શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં યજ્ઞની પૂર્ણાહુતિ સમયે બપોરના ૪:૩૦ કલાકે શ્રીફળ હોમવામાં આવ્યું હતું અને યજ્ઞની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. સમાજના સૌ લોકોએ મહાપ્રસાદીનો પણ લાભ લીધો હતો.
આ સમગ્ર કાર્યક્રમમાં સત્તર ગામ પટેલ સમાજનાં પ્રમુખ ગોકળભાઈ પટેલ( વણીયાદ ), ઉપપ્રમુખ સંજયભાઈ પટેલ ( ડભોઇ), મંત્રી પ્રમોદભાઈ પટેલ ( તરસાણા) તેમજ અન્ય આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.