પુત્ર લાપતા બનતા માતાની ફરિયાદ. - At This Time

પુત્ર લાપતા બનતા માતાની ફરિયાદ.


વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં 11 વર્ષનો પુત્ર ગુમ થવા મામલે માતાએ સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે . અત્રે નોંધનીય છે કે , ભીખ માંગતા મિત્ર સાથે અગાઉ પણ બાળક નાસી ગયા બાદ પરત આવ્યો હતો . MISSING શહેરના વારસિયા વિસ્તારમાં આવેલ અજંતા એપાર્ટમેન્ટમાં રહેતા સબાણતી મલિકએ ફરિયાદ નોંધાવી હતી કે , તેમનો 11 વર્ષીય પુત્ર અદવાયત ઉર્ફે આદિત્ય ઈન્દુલાલ શાળા ખાતે ધોરણ 5 માં અભ્યાસ કરે છે . 16 સપ્ટેમ્બર ના રોજ રમવા માટે ઘરેથી નીકળ્યા બાદ પરત ફર્યો નથી . ફુટપાથ ઉપર રહેતા અને ભીખ માંગવાનું કામ કરતા તેના મિત્ર બોલા સાથે અગાઉ પણ તે નાસી ગયો હતો . પરંતુ બે ત્રણ દિવસ પછી પરત આવ્યો હતો . તેના મિત્ર ભોલા સાથે તે ભીખ માંગતો હોવાનું પણ જાણવા મળ્યું છે . તપાસ કરતા ભોલો પણ મળી આવ્યો નથી . બાળકે સફેદ શર્ટ અને બ્લેક પેન્ટ પહેર્યું છે .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.