લોકોના સ્વાસ્થ્ય માટે ઘટતી સુવિધા અને બંધ મશીનરીઓ ને લીધે ધારાસભ્યનો સરકારી દવાખાને હલ્લાબોલ
તાત્કાલિક ધોરણે બંધ એકમોને પુનઃ શરુ કરો- હષૅદ રીબડીયા
આજરોજ વિસાવદર ના પત્રકારો સાથે પોતાના વિસ્તારના લોકોના સ્વાસ્થ્યની ચિંતા જે જનસેવકને સતાવતી હોય એવા વિસાવદર-ભેસાણ અને જુનાગઢ ગ્રામ્ય વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય વિસાવદરના આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધેલ હતી.જેમાં તેમણે ઘણી ખામીઓ દેખાતા સત્વરે જ તાબડતોડ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી. એકસ-રે મશીન,ઓકિસજન પ્લાન્ટ તથા અન્ય યુનિટો બંધ સ્થિતિમાં જોતા ધારાસભ્ય પોતે કાળઝાળ થઈ ગયા હતા.પ્રજાના સ્વાસ્થ્ય અંગે કોઈ બાંધછોડ નહી કરવાનો ધ્યેય રાખવા વાળા જનસેવકે અધિકારીઓ સાથે બેઠક કરી અને તેમને મુંઝવતા પ્રશ્નોના તાત્કાલિક નિવારણની ગતિવિધિઓ તેજ કરી હતી.દવાનો પ્રશ્ન કે ડાયાબિટીસની કીટનો પ્રશ્ન તેમજ સફાઈ અંગે ઘટતા સ્ટાફ અંગેની સમસ્યા માટે જુનાગઢ અને ગાંધીનગરના વિભાગોમાં તાત્કાલિક ધોરણે સંપકૅ કરી મધ્યમ વર્ગને માટે સુસ્વાસ્થ્યના આર્શીવાદ સમા વિસાવદર ના સરકારી દવાખાનાને લીધે નાગરિકો ને મળતી સુવિધાઓ કયાં કારણોથી અટકેલી છે તે અંગે ગહન અભ્યાસ કરી પોતાની સંવેદનાઓ સાથે ઉચ્ચ કક્ષાએ વહીવટદારોને કડક શબ્દોમાં રજૂઆત કરી હતી.અને નિયત મર્યાદામાં આપેલ સૂચનોનો અમલ નહી કરાવવામાં આવે અને આ સેવાતંત્રમાં સુધારો નહી કરવામાં આવશે તો જે પ્રતિનીધીએ ૨૪ કલાક સહયોગ માટે પોતાની સકારાત્મક ભૂમિકા ભજવી છે.તે જ પ્રતિનીધી પ્રચંડ આંદોલન સાથે સ્વાસ્થ્ય કેન્દ્રમાં ઉપવાસની છાવણી નાખતા ખચકાશે નહીં.વિસાવદરમાં જે ડોકટસૅની ટીમ છે જેમાં ડો.ડોડીયા,ડો.ફૂલેત્રા તેમજ ડો. ગળચર જેવા શ્રેષ્ઠ અને કતૅવ્યનિષ્ઠ તબીબો છે તેમ છતા સરકારની કેમ અમુક વહાલા દવલાની નીતિને કારણે લોકોના સ્વાસ્થ્યની બાબત માં શરતચૂક થઈ રહી છે.ડોકટસૅ સાથેની સંવાદિતા સાથે તેમની રજૂઆત માટે ફરી ટુંકા ગાળામાં જ મુલાકાત સાથે પ્રગતિના રિપોર્ટ સાથે સમીક્ષા કરવામાં આવશે તેવુ ધારાસભ્ય હષૅદ રીબડીયાએ જણાવ્યું હતું
રિપોર્ટ હરેશમહેતા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.