વિદ્યાર્થીએ પ્રમાણિકતા મહેંકાવી ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા થવાન સમર કેમ્પમાં મળેલ રૂપિયા બાળકે પરત કયૉ
વિદ્યાર્થીએ પ્રમાણિકતા મહેંકાવી ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા થવાન સમર કેમ્પમાં મળેલ રૂપિયા બાળકે પરત કયૉ
ખોવાયેલા રૂ.૧૦૨૦ પરત કરતાં આઇપીએસ અધિકારી બાળકનું સન્માન કયુઁ
બ્રિજેશકુમાર પટેલ,
ભરૂચ જિલ્લા બ્યુરો ચીફ.
નેત્રંગ તાલુકાના થવા ગામે ગ્રામ નિમૉણ કેળવણી મંડળમાં ભરૂચ જિલ્લા પોલીસ દ્વાર પાંચ દિવસીય સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ભરૂચ જીલ્લાના નવ તાલુકાની વિવિધ શાળાઓમાંથી ૭૦૦ જેટલા વિધાર્થીઓએ ઉત્સાહભેર જોડાયા હતા. આ પાંચ દિવસીય સમર કેમ્પમાં દરરોજ વિધાર્થીઓને યોગાસન,ચરીત્ર- વ્યક્તિત્વ ઘડતર અને રાષ્ટ્રીય ભાવના ઉજાગર કરવા વિવિધ વક્તાઓએ માગઁદશઁન આપ્યું હતું. કૌશલ્ય નિમૉણ માટે રમતગમત અને સામાજીક-મનોરંજન પુરૂ પાડવામાં આવતું હતું.
જેમાં વાલીયા તાલુકાના કોંઢ ગામમાં રહેતા ભરતભાઇ વસાવા કે જેઓ પાઇપ લાઇનનું કામ કરીને પોતાના પરિવારનું ઘર ગુજરાન ચલાવે છે. તેઓનો પુત્ર રોહન વસાવા (ઉ.૧૩) કોંઢ ગામની પ્રા.શાળામાં અભ્યાસ કરે છે. જેને પણ નેત્રંગના થવા ગામે સમર કેમ્પમા ભાગ લીધો હતો.જે દરમ્યાન અન્ય વિધાર્થી યુવી રજનીકાંત ટંડેલના ખિસ્સામાંથી રૂ.૧૦૨૦ મેદાનમાં પડી ગયા હતા.જે રોહન વસાવાને મળતા તેના શિક્ષકોને જાણ કરીને રૂ.૧૦૨૦ આપ્યા હતા.ત્યારબાદ શિક્ષકો સમર કેમ્પમાં પુછપરછ કરતાં યુવી રજનીકાંત ટંડેલના ખોવાયેલ માલુમ પડતા તેને પરત આપ્યા હતા.ગરીબ બાળકે રૂ.૧૦૨૦ પરત આપી દેતા ઇમાનદારી અને માનવતાના દર્શન કરાવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે રોહન વસાવાએ આ પાંચ દિવસીયસ્ટુડન્ટ પોલીસ કેડેટ સમર કેમ્પના ગુણોના આધારે પારકું ધન પથ્થર માની નાણં મૂળ માલિકને પરત કરતાં આઇ.પી.એસ અધીકારી લોકેશ યાદવે રોહન વસાવાને મોમેન્ટો આપી સન્માનિત કયૉ હતો. જેથી અન્યને પણ પ્રેરણા આપી પ્રમાણિકતાને બિરદાવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.