ઉછીના આપેલ રૂપિયાની ઉઘરાણી કરતાં જી.પં.ના પટ્ટાવાળા પર હુમલો - At This Time

ઉછીના આપેલ રૂપિયાની ઉઘરાણી કરતાં જી.પં.ના પટ્ટાવાળા પર હુમલો


મુંજકાના ભાનુનગરમાં રહેતાં અને જીલ્લા પંચાયતના સિંચાઈ વિભાગમાં પટ્ટાવાળા તરીકે ફરજ બજાવતા રફીકભાઈ કનુભાઈ વિરાણી (ઉ.વ.24) આજે બપોરે 11 વાગ્યાની આસપાસ બી.ટી.સવાણી હોસ્પિટલ પાસે હતાં ત્યારે નિરંજન પંડયા અને મનિષે ઝઘડો કરી ઢીકાપાટુનો મારમારતાં શરીરે ઈજા પહોંચતા સારવારમાં સીવીલ હોસ્પિટલે ખસેડાયા હતાં. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી.વધુમાં ઈજાગ્રસ્તે જણાવ્યું હતું કે, તેમને રીક્ષાચાલત નિરંજન પંડયાને રૂ।500 ઉછીના આપ્યા હતાં. જેની ઉઘરાણી માટે અને મળ્યા ત્યારે નિરંજને પૈસા મામલે ઝઘડો કરી મારમાર્યો હતો. બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
9879405838


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.